રાજકોટના ધોરાજી અકસ્માતમાં 4 વ્યક્તિના મોત થયા છે. જેમાં માંડાસણથી ધોરાજી તરફ જતી કારનો અકસ્માત થયો છે. ભાદર ડેમમાં કાર ખાબકતાં મોત થયા છે. એક જ પરિવારની 3 મહિલા, 1 પુરુષનું અકસ્માતમાં મોત થયુ છે.
ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા હતા. ધોરાજી ભાદર-2 નદીના પુલ ઉપરથી કાર નીચે ખાબકી હતી. કાર માંડાસણથી ધોરાજી તરફ આવી રહી હતી એ દરમિયાન આ બનાવ બન્યો હતો. પુલ પરથી કાર નીચે ખાબકતા પાણીમાં ગરકાવ થતા સવાર 4 વ્યકિતઓના મૃત્યુ થયા હતા. કારમાં 1 પુરુષ અને 3 મહિલા સવાર હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડાસણથી ધોરાજી તરફ પોતાની કાર લઈને આવતા ચાલુ કારે ટાયર ફાટતા કાર ભાદર ડેમમા પડી ગઇ હતી. જેના કારણે કારમાં સવાર ચારેય વ્યકિતઓના મૃત્યુ થયા છે. તરવૈયાઓની મદદથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મૃતક 4 વ્યકિત ધોરાજીના રહેવાસી હતા.
ધોરાજી સરકારી હોસ્પિટલ મા લોકો ના ટોળે ટોળા ઉમટી પડયા
આ અકસ્માતને લઈ ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકના પરીવારજન તથા ભાજપના અગ્રણીઓ તથા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હોસ્પિટલે પહોચ્યા હતા. ધોરાજી સરકારી હોસ્પિટલમા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. મૃતકના નામ સામે આવ્યા છે. જેમાં સંગીતાબેન કોયાણી 55, લીલાવંતી બેન ઠુંમ્મર 52, દિનેશભાઈ ઠુંમ્મર 55 તેમજ હાર્દિકાબેન ઠુંમ્મર 22 વર્ષ છે.
મૃતકો
સંગીતાબેન કોયાણી 55
લીલાવંતી બેન ઠુંમ્મર 52
દિનેશભાઈ ઠુંમ્મર 55
હાર્દિકા બેન ઠુંમ્મર 22
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)