Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: તો 22 વર્ષ બાદ રૂપાલા અને ધાનાણી વચ્ચે જામશે જંગ! રાજકોટ કોંગ્રેસના નેતા પહોંચ્યા અમરેલી

પરેશ ધાનાણી હવે રાજકોટથી ચૂંટણી લડે તો નવાઈ નથી. કારણકે પરશોત્તમ રૂપાલાને લઈને રાજકોટમાં સતત વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે રૂપાલાને વિધાનસભાની ચૂંટણીમાં હરાવનાર પરેશ ધાનાણી વચ્ચે 22 વર્ષ બાદ ફરી જંગ જામશે એવા એંધાણ છે. રાજકોટ કોંગ્રેસના નેતાઓએ આજે અમરેલીમાં ધાનાણીના ઘરમાં ધામા નાખ્યા છે.

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય સમીકરણો તૈયાર થઈ રહ્યા છે. રાજકોટ ભાજપના ઉમેદવારને લઈ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ હવે પોતાના પૂર્વ વિપક્ષ નેતાને મેદાને ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. જોકે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાથી પહેલા જ ના કહી દીધી હતી. ત્યારે હવે પરેશ ધાનાણી પાસે રાજકોટ કોંગ્રેસની ટીમ સાથે પૂર્વ ધારાસભ્ય લલીત કગઠરા પહોંચ્યા હતા.

પરેશ ધાનાણી હવે રાજકોટથી ચૂંટણી લડે તો નવાઈ નથી. કારણકે પરશોત્તમ રૂપાલાને લઈને રાજકોટમાં સતત વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે રૂપાલાને વિધાનસભાની ચૂંટણીમાં હરાવનાર પરેશ ધાનાણી વચ્ચે 22 વર્ષ બાદ ફરી જંગ જામશે એવા એંધાણ છે. રાજકોટ કોંગ્રેસના નેતાઓએ આજે અમરેલીમાં ધાનાણીના ઘરમાં ધામા નાખ્યા છે. અને લલીત કાગઠરાએ કહ્યું છે કે, અમે પરેશભાઈને કહીએ છીએ કે રૂપાલા ભાઈનું જે વાતાવરણ બન્યું છે, એટલે તમારે લડવાનું છે. રાજકોટ બેઠક પર રૂપાલા ચૂંટણી લડે તો જ ધાનાણી ભાઈએ લડવાનું છે. સંજોગો વસાત પરસોત્તમ રૂપાલાનું ચૂંટણી લડવાનું કેન્સલ થાય તો અમે પરેશને સામેથી કહી દઈએ કે પરેશભાઇ તમારે નથી લડવાનું.

22 વર્ષ બાદ ફરી સામ સામે !

વાત છે વર્ષ 2002ની.. અમરેલી વિધાનસભા બેઠક પર વર્ષ-2002માં પરેશ ધાનાણી સામે ભાજપના દિગ્ગજ નેતા ગણાતા પરશોત્તમ રૂપાલા વચ્ચે જંગ જામી હતી. પરિણામ કઈક એવું હતું કે પરશોત્તમ રૂપાલાને 16 હજારથી વધારે મતથી પરેશ ધાનાણીએ હરાવ્યા હતા. ત્યારે જોવાનું રહ્યું કે હવે કોંગ્રેસ પરેશ ધાનાણીને મુરતિયો બનાવે છે કે પછી અણવર.

Leave a Comment

Read More

Read More