Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: કોંગ્રેસે ઉમેદવારની વધુ એક યાદી કરી જાહેર, જાણો કોને-કોને ઉતાર્યા મેદાને

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ટૂંક સમયમાં મતદાન થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી છે.

કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં આંધ્રપ્રદેશની છ લોકસભા અને 12 વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશમાં, રાજ્યની તમામ 25 લોકસભા બેઠકો માટે 13 મેના રોજ મતદાન થશે. જ્યારે રાજ્ય કોંગ્રેસ ઇન્ડી ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે

કોંગ્રેસે આંધ્રપ્રદેશની વિશાખાપટ્ટનમ લોકસભા સીટથી પુલુસુ સત્યનારાયણ રેડ્ડી, અનાકાપલ્લેથી વી વેંકટેશ, એલુરુથી લાવણ્યા કુમારી, નરસારોપેટથી એલેક્ઝાન્ડર સુધાકર, નેલ્લોરથી કોપ્પુલા રાજુ અને તિરુપતિથી ચિંતા મોહનને ટિકિટ આપી છે. આંધ્ર પ્રદેશની તિરુપતિ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. કોંગ્રેસની આ યાદીમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના કે રાજુનું નામ પણ છે. રાજુ ભૂતપૂર્વ વહીવટી અધિકારી છે અને કોંગ્રેસે તેમને નેલ્લોર બેઠક પરથી ટિકિટ આપી છે.

આંધ્રપ્રદેશમાં એક તબક્કામાં મતદાન થશે

આંધ્રપ્રદેશમાં એક તબક્કામાં લોકસભા માટે મતદાન થવાનું છે. આંધ્ર પ્રદેશમાં, રાજ્યની તમામ 25 લોકસભા બેઠકો માટે 13 મેના રોજ મતદાન થશે. જ્યારે રાજ્ય કોંગ્રેસ ઇન્ડી ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી સ્થાનિક પક્ષો તેલુગુ દેશમ પાર્ટી અને જનસેના પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે

Leave a Comment

Read More

Read More