Search
Close this search box.

સુરતના સૌથી મોટા VR મોલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મેલમાં લખ્યું જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો…..

સુરતમાં બ્લાસ્ટની ધમકીને લઈ મોલ ખાલી કરાવાયો છે. સૌથી મોટા VR મોલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત VR મોલને એક મેઈલ આવ્યો જેમાં લખ્યું છે કે, ‘જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે’.

સુરતમાં એક મેઈલના કારણે પોલીસ દોડતી થઈ છે. જેમાં સુરતના જાણીતા એવા VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. આ મેઈલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છેકે, “મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે, બચાવવા હોય તેટલા બચાવી લો.” જે પછી પોલીસની ટીમ તાત્કાલિક મોલ પર પહોંચી છે.

સુરત શહેરમાં સૌથી મોટા VR મોલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધમકી મળતાં જ પોલીસ સક્રિય થઈ ગઈ છે અને આખો મોલ ખાલી કરાવ્યો છે. સુરત વી.આર.મોલને એક મેઈલ આવ્યો જેમાં લખ્યું છે કે, ‘જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે’. આ ધમકી ભર્યો મેલ મળતા જ ક્રાઈમ બ્રાન્સ, SOG, બોમ્બ સ્ક્વોડ અને ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. ધમકીને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસમાં લાગી

મળતી માહિતી મુજબ દેશભરમાં 52 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ધમકી ભર્યા મેઇલ મળ્યા છે. એડિશનલ સીપી કે.એન. ડામોરે જણાવ્યું હતું કે, આજે ચાર વાગ્યે આ મેઇલ આવ્યો હતો. અમે બધાને મોલમાંથી બહાર કાઠ્યા છે. અમારી ક્રાઈમ બ્રાન્સ, SOG, બોમ્બ સ્ક્વોડ ટીમ મોલની અંદર તપાસ કરી રહી છે. VR મોલમાં નોકરી આસિફ નામના યુવકે જણાવ્યું હતું કે, મેનેજમેન્ટે આવીને અમને કીધુ કે મોલમાં કોઈ બોમ્બ રાખીને ગયું છે, તમે તમારો સ્ટોર ક્લોજ કરો, એ સમયે હડબડાટ પણ થઈ, જે કસ્ટમર હતા એમને બહાર નીકળવાનુ કહ્યું, 10-15 મિનિટમાં પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ આવી ગયા હતા. 2 થી 3 હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

Leave a Comment

Read More

Read More