Search
Close this search box.

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની કરાઇ અટકાયત, આત્મવિલોપનની આપી છે ચિમકી

પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે મંગળવારે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું હતું. જો કે અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી.

પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિવાદ શાંત થવાનું નામ જ નથી લઇ રહ્યો. ઉલ્ટાનું ધીમ-ધીમે આ વિવાદ વધારે ઉગ્ર બનતો જાય છે. ક્ષત્રિય મહિલા પણ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગણી સાથે આગળ આવી હતી. આટલું જ નહીં તેમણે જો ટિકિટ રદ્દ ના થાય તો જૌહર કરવાની ચિમકી આપવામાં આવી હતી. પરંતુ પોલીસ દ્વારા તેમને નજરકેદ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને કમલમ જતાં પણ અટકાવી દેવામાં આવી હતી. આજે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે પણ આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. રાજ શેખાવતની એરપોર્ટ પરથી જ અટકાયત કરી દેવામાં આવી છે.

જો રોકવામાં આવશે તો આત્મવિલોપન કરીશ : રાજ શેખાવત

અમદાવાદ આવતાં પહેલા કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આત્મવિલોપનની તૈયારી સાથે જણાવ્યું હતું કે, હું ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેસરિયા ઝંડા અને મજબૂત દંડા સાથે પહોંચી રહ્યો છું. તમે બધા પણ ઉપસ્થિતિ દર્જ કરજો. અમદાવાદ એરપોર્ટ પર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે, જો મને કે મારા ક્ષત્રિયો અને સમર્થકોને રોકાવામાં આવશે તો આત્મવિલોપન કરીશ. આ ચીમકીને કારણે પોલીસ દોડતી થઈ છે. રૂપાલા સામેનો વિરોધ વેગ પકડી રહ્યો છે. ક્ષત્રિય સમાજની ધીરજ ખુટી હોય તેમ તેમણે આક્રમક પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

પોલીસ પણ એલર્ટ

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમના ઘેરાવના રાજ શેખાવતના આહ્વાનને લઈ કમલમ અને આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો છે. એક ડીવાયએસપી,પીઆઈ સહિતના અધિકારીઓને 200 પોલીસ કર્મચારીઓની ટીમને સવારથી જ કમલમ બહાર તૈનાત કરી દેવાયા છે. ઠેકઠેકાણે બેરીકેડ્સ લગાવવાની સાથેસાથે વોટર કેનન સહિતના ઉપકરણો સાથે પોલીસની ટીમ તૈનાત થઈ ચુકી છે.

Leave a Comment

Read More

Read More