Search
Close this search box.

CSK VS KKR: ચેન્નાઈની ચુસ્ત બોલિંગ, કોલકતા 137 રન પર અટક્યું

IPLની 17મી સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈની ટીમે આ સિઝનમાં અત્યાર સુધીમાં 4માંથી 2 મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં કોલકાતાની ટીમ અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. તેણે ત્રણ મેચ રમી અને ત્રણેયમાં જીત મેળવી.

ન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં સામસામે છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં CSK ટીમના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ચેન્નાઈની ચુસ્ત બોલિંગ

આજના મેચમાં ચેન્નાઈની ટીમએ જોરદાર બોલિંગ કરી છે. ચેન્નાઈ વતી તુષાર દેશપાંડે અને રવીન્દ્ર જાડેજાએ 3 – 3 વિકેટ લીધી છે, જ્યારે મુસ્તફિઝુરે 2 વિકેટ લીધી છે. કોલકાતા વતી સૌથી વધુ રન કેપ્ટન અય્યરે 34રન બનાવ્યા છે.

કોલકાતાની ટીમ અત્યાર સુધી એકપણ મેચ હારી નથી

ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈની ટીમ આ મેચ જીતીને વિનિંગ ટ્રેક પર પરત ફરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે. ચેન્નાઈની ટીમે આ સિઝનમાં અત્યાર સુધીમાં 4માંથી 2 મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં કોલકાતાની ટીમ અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. તેણે ત્રણ મેચ રમી અને ત્રણેયમાં જીત મેળવી.

ગાયકવાડે પ્લેઇંગ-11માં ઘણા ફેરફાર કર્યા છે. ફાસ્ટ બોલર મતિષા પથિરાના ઈજાગ્રસ્ત હોવાથી ટીમમાં પરત ફરી નથી. ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર અને સમીર રિઝવીની ટીમમાં એન્ટ્રી થઈ છે. દીપક ચહરને ચેન્નાઈની ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. જ્યારે સુકાની શ્રેયસ અય્યરે કોલકાતાના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.

Leave a Comment

Read More

Read More