ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે. 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની 26 બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થશે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા મતદાનના દિવસે રજા જાહેર કરાઈ છે.
લોકસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ પણ ચૂંટણીને લઈ તડામાર તૈયારી કરી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગુજરાતમાં મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવી છે.
ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે. 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની 26 બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થશે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા મતદાનના દિવસે રજા જાહેર કરાઈ છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રજાની જાહેરાત કરાઈ છે. જેથી લોકસભા અને પાંચ વિધાનસભા પેટા ચૂંટણીમાં નાગરિકો મતદાન કરવા જઈ શકે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાશે. જેને લઈ 12 એપ્રિલના રોજ નોટિફિકેશન જાહેર થશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ છે. 20 એપ્રિલના એપ્રિલના રોજ ફોર્મની ચકાસણી થશે. ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ છે. મતદાન 7 મી મે ના રોજ થશે. ગુજરાત સહિત દેશની તમામ બેઠકોનું પરિણામ 4 જૂનના રોજ જાહેર થશે.