જામનગર લોકસભા હેઠળ આવતી 7 વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના એક પણ ઉમેદવાર વિધાનસભામાં નથી પહોંચ્યા. 6 બેઠક પર ભાજપના ઉમેદવાર જ્યારે એક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.
GUJARAT AUTHOR’S & EXCLUSIVE TOP NEWS Lokshabha Election 2024
LOKSABHA ELECTION 2024: જામનગર બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ
જામનગર લોકસભા હેઠળ આવતી 7 વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના એક પણ ઉમેદવાર વિધાનસભામાં નથી પહોંચ્યા. 6 બેઠક પર ભાજપના ઉમેદવાર જ્યારે એક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.
લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને મેદાને ઉતારી રહી છે. ત્યારે જામનગર બેઠકનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. બીજી તરફ આ બેઠકનું રાજકીય સમીકરણ પણ અજીબ છે. જામનગર બેઠક આમ તો કોઈ પક્ષનો ગઢ ન ગણી શકાય. પરંતુ આ બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠક જામનગર ઉત્તર પર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા ધારાસભ્ય છે. આ સાથે જામનગર જિલ્લાના બે ધારાસભ્યને રાજ્યના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. આ ચૂંટણીમાં એક અલગ રણનીતિ સાથે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે.
જામનગર બેઠક માટે ભાજપે પૂનમ માડમને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે જામનગર લોકસભા બેઠક માટે જે.પી.મારવીયાની પસંદગી કરી છે. આ પાછળ એવુ ગણિત હોવાનું મનાય છે કે, આહીર સમાજ પછી જામનગર બેઠક ઉપર મોટી જ્ઞાતિ (મુસ્લિમ અને દલિત સિવાય) પાટીદાર સમાજ છે. લેઉવા અને કડવા પાટીદારની ગણતરી કરે તો અને આ સમીકરણને વ્યહાત્મકરીતે તેમજ યોગ્ય રીતે પ્રચારનું માધ્યમ બનાવવામાં આવે તો ભાજપ સામે ફાઇટ થઇ શકે તેમ છે. જામનગર લોકસભા વિસ્તારમાં પટેલ અને મુસ્લિમ મતદારો બહુમતિ સંખ્યામાં છે. આ ઉપરાંત, અહીં આહિર, રાજપુત, સતવારા, કોળી, ભરવાડ, રબારી, દલિત, બ્રાહ્મણ, વાણીયા, ભાનુશાળી, લોહાણા સહિતની જ્ઞાતિઓના લોકોનો વસવાટ છે.
જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ વિજેતા થયા
જામનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી વિજેતા થયા
કાલાવાડ બેઠક પર ભાજપના ઉમેદવાર મેઘજીભાઈ ચાવડા વિજેતા થયા
જામજોધપુર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમંતભાઈ ખવા વિજેતા થયા
ખંભાળિયા બેઠક પર ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા વિજેતા થયા
દ્વારકા બેઠક પર ભાજપના ઉમેદવાર પબુભા માંઅનેક વિજેતા થયા

જામનગર લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠક માંથી મુળુભાઈ બેરા અને રાઘવજીભાઈ પટેલને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ જામનગર ઉત્તર બેઠક આ ચૂંટણીમાં વીઆઇપી બેઠક ગણવામાં આવતી હતી. આ બેઠક પર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના ધર્મ પત્ની રિવાબા જાડેજાને ભાજપે મેદાને ઉતાર્યા હતા.
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 38.8 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 42.9 ટકા મત મળ્યા હતા.
વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 45.6 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 42.7 ટકા મત મળ્યા હતા.
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 47.3 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 42.9 ટકા મત મળ્યા
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 36.3 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 56.8 ટકા મત મળ્યા
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 35.4 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 58.9 ટકા મત મળ્યા
વર્ષ 2024ની ચૂંટણી
લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ભંગાણ શરૂ થયું હતું. જેમાં આમ આદરમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પોતાનો પક્ષ છોડી અને ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસને આ બેઠક પર મોટો ફટકો લાગ્યો છે. ગત લોકસભાનિ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા મુળુભાઈ કંડોરિયા પણ ભાજપમાં જોડાઈ ચૂકયા છે. ગત ચૂંટણીમાં મુળુભાઈને 3,52,676 મત એટલે કે, 35.16 ટકા મત મળ્યા હતા. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસે જે. પી. મારડીયાને મેદાને ઉતાર્યા છે.
ઇતિહાસના ઉંબરે
દેશમાં પ્રથમ લોકસભા ચૂંટણી 17 એપ્રિલ-1952માં યોજાઈ હતી, જેમાં સૌરાષ્ટ્રની હાલાર બેઠક( હાલ જામનગર) માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે મેજર જનરલ એમ.એસ. હિંમતસિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમને એક પણ મત મળ્યો ન હતો. જો કે ચૂંટણી પંચે તેમને વિજેતા જાહેર કર્યા હતા. 1952ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે દેશની 489 બેઠકોમાંથી 364 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
1952: કોંગ્રેસના ઉમેદવાર એમ.એસ. હિંમતસિંહ વિજેતા થયા (હાલાર બેઠક)
1957: કોંગ્રેસના ઉમેદવાર હાથી જયસુખલાલ વિજેતા થયા (હાલાર બેઠક )
1962: કોંગ્રેસના ઉમેદવાર મનુભાઈ શાહ વિજેતા થયા
1967 : સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર એન.દાંડેકર વિજેતા થયા
1971: કોંગ્રેસના ઉમેદવાર દોલતસિંહ જાડેજા વિજેતા થયા
1977 : જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઇ શેઠ વિજેતા થયા
1980: કોંગ્રેસ (આઈ)ના ઉમેદવાર દોલતસિંહ જાડેજા વિજેતા થયા
1984 : કોંગ્રેસના ઉમેદવાર દોલતસિંહ જાડેજા વિજેતા થયા
1989: ભાજપના ઉમેદવાર ચંદ્રેશ પટેલ વિજેતા થયા
1991 : ભાજપના ઉમેદવાર ચંદ્રેશ પટેલ વિજેતા થયા
1996 : ભાજપના ઉમેદવાર ચંદ્રેશ પટેલ વિજેતા થયા
1998 :ભાજપના ઉમેદવાર ચંદ્રેશ પટેલ વિજેતા થયા
1999: ભાજપના ઉમેદવાર ચંદ્રેશ પટેલ વિજેતા થયા
2004: કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ વિજેતા થયા
2009: કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ વિજેતા થયા
2014: ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજેતા થયા
2019: ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજેતા થયા
જામનગર લોકસભા વિસ્તારમાં એક સમયે કૉંગ્રેસનો દબદબો હતો. 1952થી આઅ બેઠક પર 17 વખત લોકસભાની ચૂંટણી યોજાઇ છે. કૉંગ્રેસે અહીં 8 વખત જીત મેળવી છે. સ્વતંત્ર પાર્ટીએ અહીંથી એક વખત, જનતા પાર્ટીએ એક વખત જીત મેળવી છે. જ્યારે કે ભાજપે અહીંથી સાત વખત જીત મેળવી છે. 1998થી ભાજપના ચંદ્રેશ પટેલે કૉંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી. ત્યાર બાદ 1999 સુધી તે ભાજપનો ગઢ રહ્યો પણ 2004માં વિક્રમ માડમે અહીંથી કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી અને ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી. 2009માં પણ વિક્રમ માડમ જ જીત્યા જોકે 2014માં આ બેઠક પૂનમબહેન માડમે તેમના કાકા વિક્રમ માડમ પાસેથી છીનવી લીધી. 2019માં પૂનમ માડમ ફરી ભાજપે ટિકિટ આપી અને તેઓ ફરી જીત્યાં.
વિવાદના વંટોળમાં
જામનગરનાં સાંસદ પૂનમ માડમ અને જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને જામનગરનાં મેયર બીનાબહેનનો એક કથિત બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો. જામનગર મહાનગરપાલિકાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં રીવાબાએ દાવો કર્યો કે તેમણે પગરખાં ઉતારીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેના પર સાંસદ પૂનમબહેને ટિપ્પણી કરી હતી એટલે મામલો બિચક્યો હતો. જોકે બાદમાં તેમના વચ્ચે સમાધાન થયું હતું. હાલ જ્યારે પૂનમબહેનને ત્રીજીવખત ટિકિટ મળી ત્યારે રીવાબાએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
જાણો કોણ છે ઉમેદવાર
ભાજપના ઉમેદવાર
જામનગર જિલ્લાના રાજકારણમાં વર્ષોથી માડમ પરિવારનું વર્ચસ્વ રહેલું છે. પૂનમ માડમના પિતા અને દાદા પણ રાજકારણમાં સક્રિય હતા. પૂનમ માડમ પણ આજ પરિવારમાંથી આવે છે.2 એપ્રિલ 2019ના રોજ એફિટેવિટ મુજબ પૂનમ માડમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાંથી 1995માં કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમજ ધોરણ 10 વર્ષ 1990 અને 12નો અભ્યાસ 1992માં પૂર્ણ કર્યો છે.પૂનમ માડમ દિનાબેન અને હેમતભાઈ માડમના પુત્રી છે. જેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. પૂર્વ સંરક્ષણ અધિકારી પરમિન્દર મહાજન સાથે લગ્ન કર્યા છે
LOKSABHA ELECTION 2024: જામનગર બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ
જામનગર લોકસભા હેઠળ આવતી 7 વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના એક પણ ઉમેદવાર વિધાનસભામાં નથી પહોંચ્યા. 6 બેઠક પર ભાજપના ઉમેદવાર જ્યારે એક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.
લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને મેદાને ઉતારી રહી છે. ત્યારે જામનગર બેઠકનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. બીજી તરફ આ બેઠકનું રાજકીય સમીકરણ પણ અજીબ છે. જામનગર બેઠક આમ તો કોઈ પક્ષનો ગઢ ન ગણી શકાય. પરંતુ આ બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠક જામનગર ઉત્તર પર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા ધારાસભ્ય છે. આ સાથે જામનગર જિલ્લાના બે ધારાસભ્યને રાજ્યના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. આ ચૂંટણીમાં એક અલગ રણનીતિ સાથે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે.
જામનગર બેઠક માટે ભાજપે પૂનમ માડમને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે જામનગર લોકસભા બેઠક માટે જે.પી.મારવીયાની પસંદગી કરી છે. આ પાછળ એવુ ગણિત હોવાનું મનાય છે કે, આહીર સમાજ પછી જામનગર બેઠક ઉપર મોટી જ્ઞાતિ (મુસ્લિમ અને દલિત સિવાય) પાટીદાર સમાજ છે. લેઉવા અને કડવા પાટીદારની ગણતરી કરે તો અને આ સમીકરણને વ્યહાત્મકરીતે તેમજ યોગ્ય રીતે પ્રચારનું માધ્યમ બનાવવામાં આવે તો ભાજપ સામે ફાઇટ થઇ શકે તેમ છે. જામનગર લોકસભા વિસ્તારમાં પટેલ અને મુસ્લિમ મતદારો બહુમતિ સંખ્યામાં છે. આ ઉપરાંત, અહીં આહિર, રાજપુત, સતવારા, કોળી, ભરવાડ, રબારી, દલિત, બ્રાહ્મણ, વાણીયા, ભાનુશાળી, લોહાણા સહિતની જ્ઞાતિઓના લોકોનો વસવાટ છે.
જાણો આ બેઠક પર વિધાનસભાનું ગણિત
જામનગર ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા વિજેતા થયા
જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ વિજેતા થયા
જામનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર દિવ્યેશભાઈ અકબરી વિજેતા થયા
કાલાવાડ બેઠક પર ભાજપના ઉમેદવાર મેઘજીભાઈ ચાવડા વિજેતા થયા
જામજોધપુર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હેમંતભાઈ ખવા વિજેતા થયા
ખંભાળિયા બેઠક પર ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરા વિજેતા થયા
દ્વારકા બેઠક પર ભાજપના ઉમેદવાર પબુભા માંઅનેક વિજેતા થયા
જામનગર લોકસભા હેઠળ આવતી 7 વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના એક પણ ઉમેદવાર વિધાનસભામાં નથી પહોંચ્યા. 6 બેઠક પર ભાજપના ઉમેદવાર જ્યારે એક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.
જામનગર લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠક માંથી મુળુભાઈ બેરા અને રાઘવજીભાઈ પટેલને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. બીજી તરફ જામનગર ઉત્તર બેઠક આ ચૂંટણીમાં વીઆઇપી બેઠક ગણવામાં આવતી હતી. આ બેઠક પર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના ધર્મ પત્ની રિવાબા જાડેજાને ભાજપે મેદાને ઉતાર્યા હતા.
જાણો વોટશેરની રેસમાં કોણ આગળ
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 38.8 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 42.9 ટકા મત મળ્યા હતા.
વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 45.6 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 42.7 ટકા મત મળ્યા હતા.
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 47.3 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 42.9 ટકા મત મળ્યા
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 36.3 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 56.8 ટકા મત મળ્યા
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 35.4 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 58.9 ટકા મત મળ્યા
વર્ષ 2024ની ચૂંટણી
લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ભંગાણ શરૂ થયું હતું. જેમાં આમ આદરમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પોતાનો પક્ષ છોડી અને ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસને આ બેઠક પર મોટો ફટકો લાગ્યો છે. ગત લોકસભાનિ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા મુળુભાઈ કંડોરિયા પણ ભાજપમાં જોડાઈ ચૂકયા છે. ગત ચૂંટણીમાં મુળુભાઈને 3,52,676 મત એટલે કે, 35.16 ટકા મત મળ્યા હતા. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસે જે. પી. મારડીયાને મેદાને ઉતાર્યા છે.
ઇતિહાસના ઉંબરે
દેશમાં પ્રથમ લોકસભા ચૂંટણી 17 એપ્રિલ-1952માં યોજાઈ હતી, જેમાં સૌરાષ્ટ્રની હાલાર બેઠક( હાલ જામનગર) માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે મેજર જનરલ એમ.એસ. હિંમતસિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમને એક પણ મત મળ્યો ન હતો. જો કે ચૂંટણી પંચે તેમને વિજેતા જાહેર કર્યા હતા. 1952ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે દેશની 489 બેઠકોમાંથી 364 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
1952: કોંગ્રેસના ઉમેદવાર એમ.એસ. હિંમતસિંહ વિજેતા થયા (હાલાર બેઠક)
1957: કોંગ્રેસના ઉમેદવાર હાથી જયસુખલાલ વિજેતા થયા (હાલાર બેઠક )
1962: કોંગ્રેસના ઉમેદવાર મનુભાઈ શાહ વિજેતા થયા
1967 : સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર એન.દાંડેકર વિજેતા થયા
1971: કોંગ્રેસના ઉમેદવાર દોલતસિંહ જાડેજા વિજેતા થયા
1977 : જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઇ શેઠ વિજેતા થયા
1980: કોંગ્રેસ (આઈ)ના ઉમેદવાર દોલતસિંહ જાડેજા વિજેતા થયા
1984 : કોંગ્રેસના ઉમેદવાર દોલતસિંહ જાડેજા વિજેતા થયા
1989: ભાજપના ઉમેદવાર ચંદ્રેશ પટેલ વિજેતા થયા
1991 : ભાજપના ઉમેદવાર ચંદ્રેશ પટેલ વિજેતા થયા
1996 : ભાજપના ઉમેદવાર ચંદ્રેશ પટેલ વિજેતા થયા
1998 :ભાજપના ઉમેદવાર ચંદ્રેશ પટેલ વિજેતા થયા
1999: ભાજપના ઉમેદવાર ચંદ્રેશ પટેલ વિજેતા થયા
2004: કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ વિજેતા થયા
2009: કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ વિજેતા થયા
2014: ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજેતા થયા
2019: ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજેતા થયા
જામનગર લોકસભા વિસ્તારમાં એક સમયે કૉંગ્રેસનો દબદબો હતો. 1952થી આઅ બેઠક પર 17 વખત લોકસભાની ચૂંટણી યોજાઇ છે. કૉંગ્રેસે અહીં 8 વખત જીત મેળવી છે. સ્વતંત્ર પાર્ટીએ અહીંથી એક વખત, જનતા પાર્ટીએ એક વખત જીત મેળવી છે. જ્યારે કે ભાજપે અહીંથી સાત વખત જીત મેળવી છે. 1998થી ભાજપના ચંદ્રેશ પટેલે કૉંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી. ત્યાર બાદ 1999 સુધી તે ભાજપનો ગઢ રહ્યો પણ 2004માં વિક્રમ માડમે અહીંથી કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી અને ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી. 2009માં પણ વિક્રમ માડમ જ જીત્યા જોકે 2014માં આ બેઠક પૂનમબહેન માડમે તેમના કાકા વિક્રમ માડમ પાસેથી છીનવી લીધી. 2019માં પૂનમ માડમ ફરી ભાજપે ટિકિટ આપી અને તેઓ ફરી જીત્યાં.
વિવાદના વંટોળમાં
જામનગરનાં સાંસદ પૂનમ માડમ અને જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને જામનગરનાં મેયર બીનાબહેનનો એક કથિત બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો. જામનગર મહાનગરપાલિકાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં રીવાબાએ દાવો કર્યો કે તેમણે પગરખાં ઉતારીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેના પર સાંસદ પૂનમબહેને ટિપ્પણી કરી હતી એટલે મામલો બિચક્યો હતો. જોકે બાદમાં તેમના વચ્ચે સમાધાન થયું હતું. હાલ જ્યારે પૂનમબહેનને ત્રીજીવખત ટિકિટ મળી ત્યારે રીવાબાએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
જાણો કોણ છે ઉમેદવાર
ભાજપના ઉમેદવાર
જામનગર જિલ્લાના રાજકારણમાં વર્ષોથી માડમ પરિવારનું વર્ચસ્વ રહેલું છે. પૂનમ માડમના પિતા અને દાદા પણ રાજકારણમાં સક્રિય હતા. પૂનમ માડમ પણ આજ પરિવારમાંથી આવે છે.2 એપ્રિલ 2019ના રોજ એફિટેવિટ મુજબ પૂનમ માડમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાંથી 1995માં કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમજ ધોરણ 10 વર્ષ 1990 અને 12નો અભ્યાસ 1992માં પૂર્ણ કર્યો છે.પૂનમ માડમ દિનાબેન અને હેમતભાઈ માડમના પુત્રી છે. જેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. પૂર્વ સંરક્ષણ અધિકારી પરમિન્દર મહાજન સાથે લગ્ન કર્યા છે.
પૂનમ માડમના પિતાએ જામખંભાળિયામાં 1972-1990 દરમિયાન સતત ચાર વખત અપક્ષ ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. તેમના દાદા રામભાઈ માડમ શિક્ષણ ક્ષેત્રે આહીર/યાદવ સમુદાયના કાર્યમાં સક્રિય હતા. જામ ખંભાળિયાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમ તેમના કાકા છે. રાજકીય કારકિર્દીની શરૂઆતમાં પૂનમ માડમ કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતા પરંતુ બાદમાં ભાજપમાં જોડાયા હતા. ભાજપના સાંસદ પૂનમ માડમ અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
પૂનમ માડમને ભાજપમાંથી ટિકિટ મળવાનો મામલો ઘણો રસપ્રદ હતો. બપોરે તેમણે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી અને સાંજ સુધીમાં ભાજપે તેમને ટિકિટ પણ આપી દીધી હતી. જે મુદ્દો ખુબ ચર્ચામાં પણ રહ્યો હતો. 2012માં જામખંભાળીયા બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં પૂનમબહેનને જામનગર બેઠક પરથી ટિકિટ આપી હતી.અહીં તેમની સીધી ટક્કર તેમના કૌટુંબિક કાકા અને તત્કાલીન સીટીંગ MP વિક્રમ માડમ સાથે થઈ હતી. જેમાં પૂનમબહેને પોણા બે લાખ કરતા વધુ મતની લીડથી જીત મેળવી હતી. મહત્વનું છે કે પૂનમ માડમ વર્ષ 2014 અને 2019 એમ છેલ્લી બે ટર્મથી જામનગર બેઠક પરથી સાંસદ છે અને હવે 2024માં પણ તેમને ત્રીજી વખત ટિકિટ મળી ચૂકી છે. પૂનમબહેનના પિતા સ્વ. હેમંતભાઈ માડમ પણ જામખંભાળીયા બેઠક ચાર ટર્મ સુધી અપક્ષ ધારા સભ્ય રહી ચૂક્યા છે. ભાજપમાં જોડાતાની સાથે જ પાર્ટીએ તેમને ધારાસભ્ય તરીકેની ટીકીટ આપી દીધી હતી.
કોંગ્રેસના ઉમેદવાર
કોંગ્રેસે જયંતિલાલ પરસોત્તમભાઈ મારવીયાને લોકસભાના ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. કાલાવડ પંથક માટે જાણીતો ચહેરો ગણાતા જે.પી. મારવીયા વકીલાતનો વ્યવસાય કરે છે. 43 વર્ષીય મારવીયાને મેદાને ઉતારી કોંગ્રેસે આ વખતે મોટો દાવ રમ્યો છે.
જે.પી.મારવીયા જામનગર જિલ્લા પંચાયતની નિકાવા બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય છે. હાલ જામનગર જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા તરીકે કાર્યરત છે. તેઓ કારોબારી સમિતિના ચેરમેન રહી ચુકયા છે અને કાલાવડ તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુકયા છે. જે. પી. મારવીય 22 વર્ષથી તેઓ કોંગ્રેસમાં સક્રીય છે. તેઓ કાલાવડ માર્કેટ યાર્ડના ડાયરેકટર, નિકાવા સેવા સહકારી મંડળીના સભ્ય, કાલાવડ તાલુકાના પટેલ સમાજના આગેવાન છે.