Search
Close this search box.

જમ્મુ-કાશ્મીરમાં 48 કલાકમાં ચોથી વખત ભૂકંપ, કારગીલની ધરતી પણ ધ્રુજી

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં છેલ્લા 48 કલાકમાં ચાર વખત ભૂકંપ આવ્યો છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. કારગીલમાં શનિવારે પણ ભૂકંપ આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં છેલ્લા 48 કલાકમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. શુક્રવારે સાંજે 5.20 કલાકે 3.8ની તીવ્રતાનો પહેલો ભૂકંપ આવ્યો હતો. રાત્રે 11 વાગ્યે ફરી 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. શનિવારે બપોરે લગભગ 3 વાગ્યે ફરીથી 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રવિવારે સવારે 2.47 કલાકે ફરી 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે સમગ્ર કિશ્તવાડ ગભરાટમાં છે.

છેલ્લા 48 કલાકમાં સતત આવતા ભૂકંપના કારણે કિશ્તવાડના લોકોના મનમાં ડર બેસી ગયો છે. હાલમાં ચારેય ભૂકંપના કારણે કોઈને કોઈ નુકસાન થયું નથી. પોલીસે પણ કોઈ જાનહાનિના અહેવાલ આપ્યા નથી. પ્રથમ બે ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. શનિવારે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ 5 કિલોમીટરની ઉંડાઈએ હતું અને હવે રવિવારે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.

લદ્દાખમાં ભૂકંપ

રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર તરફથી મળેલી માહિતી અનુસાર લદ્દાખના કારગિલ જિલ્લામાં શનિવારે રાત્રે 11 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઉંડાઈમાં હતું. તેની તીવ્રતા 3.4 હતી. હાલમાં લેહ લદ્દાખમાં ક્યાંય પણ કોઈપણ પ્રકારના નુકસાનની કોઈ માહિતી નથી. આ પહેલા લેહમાં શુક્રવારે પણ ભૂકંપ આવ્યો હતો.

Leave a Comment

Read More

Read More