ગુજરાત યુનિવર્સિટીમાં થોડા દિવાસો પહેલા નમાઝ મુદ્દે બનેલ હિંસક ઘટના બાદ યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરી છે. હોસ્ટેલમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી વિદ્યાર્થીઓ સામે કડક પગલાં હાથ ધરી અને 7 અફઘાનિસ્તાની વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં થોડા દિવસ પહેલા નમાઝ અદા કરવાને મુદ્દે થયેલ હિંસા બાદ આજે યુનિવર્સિટીએ કડક પગલાં લીધા છે. સાત વિદેશી વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા તપાસ હાથ ધરતા સાત વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રહેતા હોવાની વિગતો સામે આવી હતી. જેમાં ગેરકાયદેસર રહેતા તમામ વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનનાં હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે અફઘાનિસ્તાન કોન્સ્યુલેટને જાણ કરવામાં આવી હતી. તેમજ આ વિદ્યાર્થીઓ પૂર્વ વિદ્યાર્થી તરીકે હોસ્ટેલમાં રહેતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારે નમાજ મુદ્દે થયેલા હુમલાને લઈ યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
NRI વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મોટો નિર્ણય
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં બનેલ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો અને તોડફોડની ઘટનામાં આજે યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરી છે. NRI વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને જરૂરી નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ બનાવ મામલે એક કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં યુનિવર્સીટી દ્વારા NRI વિદ્યાર્થીઓને શિફ્ટિંગ કરવાના આદેશ કરાયો હતો. તેમજ જૂની હોસ્ટેલમાંથી નવી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને શિફ્ટ કરવામાં આવ્યા હતા.