Search
Close this search box.

અમદાવાદથી મુંબઈ પહોંચવું બનશે હવે સુપરફાસ્ટ! રેલ્વેના મિશન રફતારથી માત્ર 4:40 કલાકમાં ટ્રેનની સફર થશે પૂર્ણ

ઇન્ડિયન રેલ્વે દ્વારા મિશન રફ્તાર હેઠળ એક્સપ્રેસ અને સુપરફસ્ટ ટ્રેનોની ઝડપ વધારવા માટેની કામગીરી શરૂ કરાઇ છે. આ મિશનને પગલે મુસાફરી કરવી સરળ તો બનશે સાથે સાથે સમયની પણ બચત થશે. મિશન રફતારને પગલે 45 મિનિટથી ચાર કલાક સુધીનો સમય બચશે. હવે અમદાવાદથી મુંબઈ માત્ર 4:40 કલાકમાં પહોંચી શકશો.

અમદાવાદથી મુંબઇ હવે 4.40 કલાકમાં પહોંચી શકાશે. જેમાં હવે એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારાશે. રેલવે મિશન રફ્તાર હેઠળ એક્સપ્રેસ અને સુપરફસ્ટ ટ્રેનોની ઝડપ વધારવા માટેની કામગીરી ચાલી રહી છે. તેમાં મુંબઇ-દિલ્હીની રેલલાઇન પર હાલ કામગીરી ચાલી રહી છે.

મિશન રફ્તાર હેઠળ એક્સપ્રેસ અને સુપરફસ્ટ ટ્રેનોની રફતાર વધશે

ભારતીય રેલવે મિશન રફ્તાર હેઠળ એક્સપ્રેસ અને સુપરફસ્ટ ટ્રેનોની ઝડપ વધારવા માટેની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ગુડ્સ ટ્રેનોની ગતિ પણ વધારાશે. મિશન રફ્તાર હેઠળ એક્સ. અને સુપરફાસ્ટ ટ્રેનોની સરેરાશ ગતિમાં વધારો થતાં સમયનો પણ બચાવ થશે. આ સમયના બચાવને પગલે યાત્રિકો ઓછા સમયમાં પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. અમદાવાદ-મુંબઇ અને મુંબઇ-દિલ્હીની રેલલાઇન પર હાલ કામગીરી ચાલી રહી છે. ટૂંક સમયમાં અમદાવાદ-મુંબઇની વંદેભારત સેમી હાઇસ્પીડ ટ્રેન માત્ર 4.40 કલાકમાં પોતાની યાત્રા પૂર્ણ કરશે.

Loksabha Election 2024: ભાજપના નેતાનો મોટો આક્ષેપ કહ્યું- ક્ષત્રિય સમાજનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત !

મુસાફરી બનશે સરળ સાથે સમયનો પણ થશે બચાવ

મિશન રફતારને પગલે 45 મિનિટથી ચાર કલાક સુધીનો સમય બચશે. આ મિશનને પગલે મુસાફરી કરવી સરળ તો બનશે સાથે સાથે સમયની પણ બચત થશે. રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સેમી હાઈસ્પીડ ટ્રેન હાલમાં 130 કિમીની ઝડપે દોડે છે. આગામી દિવસોથી આ ટ્રેન 160 કિમીની ઝડપે દોડશે. અમદાવાદ-મુંબઈ અને મુંબઈ-દિલ્હી ટ્રેકની ક્ષમતા અપગ્રેડ કરવામાં આવી છે. તે જ સમયે, અમદાવાદ-મુંબઈ અને મુંબઈ-નાગડા લાઇન પરના કુલ 126 રેલ બ્રિજને પણ 160 કિમીની ઝડપે સક્ષમ બનાવાયા છે. આ ઉપરાંત ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ જેવા કામો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે. ટ્રેનોની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક સુધી વધારવાના કામ પર 6661.41 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. જોકે આને પગલે ભાડા પર કોઇ અસર નહીં થાય. ઝડપ વધવાથી દોડવાના સમયમાં ફેરફારો થશે. તમામ વંદે ભારત ટ્રેનો, શતાબ્દી, રાજધાની, દૂરન્તો અને તેજસ એક્સપ્રેસ જેવી ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે.

Leave a Comment

Read More

Read More