Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: રૂપાલાની પ્રચાર ટીમમાં થયો મોટો ફેરફાર, હવે આ ગ્રુપ કરશે પ્રચાર

રાજકોટ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં મોટો ફેરફાર થયો છે. દિલ્હીથી પરત આવેલા પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમના સારથી અને કોર ટીમમાં બદલાવ થયો છે. જેમાં ટીમ રૂપાલમાં હવે રૂપાણી જૂથની એન્ટ્રી થઈ છે.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય સમીકરણ તૈયાર થવા લાગ્યા છે. રાજકોટ બેઠક પર રૂપાલાના નિવેદનને લઈને વિયાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે રાજકોટ બેઠક પર રૂપાલાના સપોર્ટમાં રૂપાણી ગ્રુપ આગળ આવ્યું છે. ત્યારે રૂપાલાના પ્રચારમાં હવે સોમવારથી નવા ચહેરા જોવા મળશે.

રાજકોટ બેઠક પર ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ કરી છે. તો બીજી તરફ રૂપાલા વિવાદને ડેમેજ કંટ્રોલ કરવા કોઈ નજીકના નેતા ન આવતા મોવડી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. હવે રૂપાલા માટે રૂપાણી મેંદાને આવશે.

રાજકોટ લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમમાં મોટો ફેરફાર થયો છે. દિલ્હીથી પરત આવેલા પરશોત્તમ રૂપાલાની પ્રચાર ટીમના સારથી અને કોર ટીમમાં બદલાવ થયો છે. જેમાં ટીમ રૂપાલમાં હવે રૂપાણી જૂથની એન્ટ્રી થઈ છે. રૂપાલાનાં વિવાદને ડેમેજ કંટ્રોલ કરવા કોઈ નજીકના નેતા ન આવતા.જે બાબત મોવડી મંડળના ધ્યાને આવતા નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે.

Leave a Comment

Read More

Read More