Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: BJPના સમર્થનમાં આવ્યા વલતાલ મંદિરના ડૉ. સંત સ્વામી, આપ્યું આ નિવેદન

વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ દેશવાસીઓને અપીલ કરી હતી. લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને વોટ આપવા અપીલ કરી છે. ભાજપ સત્તામાં આવવાથી દેશમાં કેવા પરિવર્તનો આવ્યા તેના વિશે ડૉ. સંત સ્વામીએ વિસ્તૃત ચર્ચા કરી હતી.

 

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. આ દરમિયાન હવે ભાજપ અને કોંગ્રેસ જીતના દાવા કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રીક માટે રણનીતિ ઘડી રહી છે. આ દરમિયાન વડતાલ સ્વામીનાયણ મંદિરના મુખ્ય કોઠારી સ્વામીએ દેશવાસીઓને ભાજપને મત આપવા અપીલ કરી છે.

 

વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ દેશવાસીઓને અપીલ કરી હતી. લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને વોટ આપવા અપીલ કરી છે. ભાજપ સત્તામાં આવવાથી દેશમાં કેવા પરિવર્તનો આવ્યા તેના વિશે ડૉ. સંત સ્વામીએ વિસ્તૃત ચર્ચા કરી હતી.

 

તેમને કહ્યું કે, મે સ્ટેટ્સ મૂક્યું હતું કે આપનો પંજો કમળનું બટન દબાવે. તેનો ખૂબ સારો પ્રતિભાવ આવ્યો. હું અપીલ કરું છુ કે , 500 વર્ષની તપસ્યાના અંતે મંદિરનું નિર્માણ થયું એના માટે કમળનું બટન દબાવવાનું છે. આપડે ડાયરેક્ટ રામ મંદિરમાં ઈંટ મૂકવા નથી જઈ શક્યા પણ ચોક્કસ વિશ્વાસ અને ગૌરવ સાથે કહું છુ કે જેણે જેણે કમળનું બટન દબાવ્યુંને એ બધા જ રામ મંદિરના નિર્માણના યશના સહ ભાગી છે.

 

અયોધ્યામાં બનેલા રામ મંદિરથી લઇ પાવાગઢ મંદિર પર ચઢેલી ધજા નરેન્દ્ર મોદીના કારણે શક્ય બન્યું છે. બે વખત ભાજપ આવવાથી જો દેશમાં ધાર્મિક કામો આટલા થઈ શકતા હોય તો આગામી ચૂંટણી માં પણ ત્રીજી વખત ભાજપને જ વોટ આપવા અપીલ કરવામાં આવી છે. પોતાના સોશિયલ મીડિયામાં પણ ડૉ. સંત સ્વામીએ આપ પાર્ટી અને કોંગ્રેસના પ્રતીકને જોડીને ભાજપને વોટ આપવા અપીલ કરી છે.

Leave a Comment

Read More

Read More