Search
Close this search box.

આને કહેવાય લોકપ્રિયતા : જબલપુરમાં PM મોદીના રોડ શોમાં ઉમટી ભારે ભીળ, સ્ટેજ તૂટી ગયું

નેતા તો અનેક હોય છે પણ લોકપ્રિય નેતા એકઆદ જ. PM મોદી આવા એકઆદ લોકપ્રિયમાંનાં એક છે. PM મોદીના રોડ શો દરમિયાન અકસ્માત પણ થયો હતો. કટંગાથી ગોરખપુર માર્ગ પર એક પ્લેટફોર્મ તૂટી ગયું. પ્લેટફોર્મ તૂટવાને કારણે કેટલાક લોકો નીચે પડી ગયા હતા. જો કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના જબલપુરમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોના ઘણા વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પીએમ મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનું અભિવાદન કરી રહ્યા છે. રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે. પીએમ મોદીના રોડ શો દરમિયાન અકસ્માત પણ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, જબલપુરમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન ગોરખપુર વિસ્તારમાં બે સ્ટેજ તૂટી ગયા હતા. જેના કારણે સ્ટેજ પર હાજર લોકો નીચે પડી ગયા હતા. આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેજ પર ક્ષમતા કરતા વધારે લોકો એકઠા થયા હતા. જેના કારણે સ્ટેજ પડી ગયું હતું. પીએમ મોદીનો આ રોડ શો ગોરખપુરના કટંગા ચારરસ્તાથી શરૂ થયો હતો અને નેરોગેજ સુધી એક કિલોમીટરથી વધુ સમય સુધી ચાલ્યો હતો. રોડ શોના રૂટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઘણી જગ્યાએ લોકો મોદી-મોદીના નારા લગાવતા રહ્યા. ઘણા લોકો હાથમાં પીએમ મોદીની તસવીરો લઈને પહોંચ્યા હતા.

 

આ રોડ શો દરમિયાન ત્યાં ઉમટેલી ભીડના હાથમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડા જોવા મળ્યા હતા. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં કમળનું કટઆઉટ જોવા મળ્યું હતું. પીએમ લોકોને આ કટઆઉટ પણ બતાવી રહ્યા હતા. આ રોડ શોમાં પીએમ મોદીની સાથે સીએમ ડો.મોહન યાદવ પણ જોવા મળ્યા હતા. આ રોડ શોમાં પીએમ મોદી સાથે બીજેપી ઉમેદવાર આશિષ દુબે પણ જોવા મળ્યા હતા. ભીડ પણ વડાપ્રધાન પર ફૂલ વરસાવી રહી હતી.

જય શ્રી રામના નારા લાગ્યા…

મધ્યપ્રદેશમાં ભાજપે લોકસભા ચૂંટણી માટે પ્રચાર તેજ કર્યો છે. બીજેપીએ લોકોને પીએમ મોદીના રોડ શો માટે ઘરે-ઘરે જઈને પીળા ચોખા આપીને આમંત્રણ આપ્યું હતું. રોડ શોમાં સુરક્ષા માટે ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ રોડ શોની શરૂઆત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. સમર્થકોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા.

ચૂંટણી પ્રચાર જબલપુરથી શરૂ થયો

ભાજપે દાવો કર્યો હતો કે આ રોડ શોમાં 50 હજાર લોકોએ ભાગ લીધો હતો. માનવામાં આવે છે કે જબલપુરમાં આ રોડ શો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. રાજ્યમાં લોકસભાની 29 બેઠકો છે અને ચાર તબક્કામાં મતદાન થવાનું છે. જબલપુરમાં ભાજપના ઉમેદવારની સ્પર્ધા કોંગ્રેસના દિનેશ યાદવ સાથે છે. એક ખાસ વાત એ છે કે અહીં માત્ર PM એ રોડ શો કર્યો છે અને અહીં તેમણે હજુ સુધી કોઈ જનસભાને સંબોધી નથી. ગત લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના રાકેશ સિંહે જીત મેળવી હતી. જબલપુર વિશે એવું કહેવાય છે કે એક તરફ આદિવાસી સમુદાયના લોકોનું આ જિલ્લા સાથે જોડાણ છે તો બીજી તરફ આ વિસ્તારમાં વિંધ્યા સુધીના સમગ્ર મહાકૌશલનો પ્રભાવ છે

Leave a Comment

Read More

Read More