Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: મહેબૂબા મુફ્તી ઉતરશે ચૂંટણીના મેદાનમા, જાણો ક્યાંથી લડશે ચૂંટણી

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, “અમે કાશ્મીરની ત્રણેય સીટો પર ચૂંટણી લડીશું અને જમ્મુમાં કોંગ્રેસને સમર્થન આપીશું. અમે કાશ્મીરમાં પણ ગઠબંધન માટે પ્રયાસ કર્યો હતો અને ફારુક અબ્દુલ્લાને સીટોની જાહેરાત કરવા માટે સત્તા આપી હતી.

NATIONAL TOP NEWS Lokshabha Election 2024

LOKSABHA ELECTION 2024: મહેબૂબા મુફ્તી ઉતરશે ચૂંટણીના મેદાનમા, જાણો ક્યાંથી લડશે ચૂંટણી

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, “અમે કાશ્મીરની ત્રણેય સીટો પર ચૂંટણી લડીશું અને જમ્મુમાં કોંગ્રેસને સમર્થન આપીશું. અમે કાશ્મીરમાં પણ ગઠબંધન માટે પ્રયાસ કર્યો હતો અને ફારુક અબ્દુલ્લાને સીટોની જાહેરાત કરવા માટે સત્તા આપી હતી.

પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી લોકસભા ચૂંટણી લડશે. રવિવારે (7 એપ્રિલ) પાર્ટીએ જાહેરાત કરી કે તે અનંતનાગ સીટ પરથી ચૂંટણી લડશે. મહેબૂબા મુફ્તીની હાજરીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે વહીદ પારા શ્રીનગરથી અને ફૈયાઝ મીર બારામુલ્લાથી ચૂંટણી લડશે. વાહીદ પારા પાર્ટીની યુવા પાંખના પ્રમુખ છે. જ્યારે મીર ફૈયાઝ રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, “અમે કાશ્મીરની ત્રણેય સીટો પર ચૂંટણી લડીશું અને જમ્મુમાં કોંગ્રેસને સમર્થન આપીશું. અમે કાશ્મીરમાં પણ ગઠબંધન માટે પ્રયાસ કર્યો હતો અને ફારુક અબ્દુલ્લાને સીટોની જાહેરાત કરવા માટે સત્તા આપી હતી. પરંતુ ઉમેદવાર ની જાહેરાત ન કરવાને અમને ચૂંટણી મેદાનમાં ઉતરવાની ફરજ પડી.”

લોકોને કરી અપીલ

આ સાથે તેમણે જણાવ્યું હતું. “હું તમામ લોકોને અપીલ કરું છું કે તે કાશ્મીરી હોય, ગુર્જર હોય, બકરવાલ હોય કે પહારી હોય,અમને સાથ આપજો. અમે કાશ્મીરની સ્થિતિને મહત્વની રાખી છે અને એજન્સીઓ દ્વારા જે પ્રકારનું દબાણ વધ્યું છે. અત્યાચાર એક સામાન્ય બની ગયો છે આપણે તેની સામે લડવું પડશે.” પીડીપી પ્રમુખે એમ પણ કહ્યું કે કોંગ્રેસ તેમનું સમર્થન કરે કે ન કરે, તેમને લોકો અને તેમના પક્ષના કાર્યકરોમાં પૂરો વિશ્વાસ છે. તેમણે નેશનલ કોન્ફરન્સના સમર્થન માટે પણ અપીલ કરી હતી.

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે?

જમ્મુ-કાશ્મીરમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાશે. ઉધમપુર લોકસભા સીટ પર પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. જમ્મુ સીટ પર બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. અનંતનાગ સીટ પર ત્રીજા તબક્કામાં એટલે કે 7મી મેના રોજ મતદાન થવાનું છે. શ્રીનગર સીટ પર ચોથા તબક્કામાં 13મી મેના રોજ અને બારામુલા સીટ પર પાંચમા તબક્કામાં 20મી મેના રોજ મતદાન થશે. પરિણામ 4 જૂને આવશે. જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની પાંચ બેઠકો છે.

Leave a Comment

Read More

Read More