Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: રાજકોટ બેઠક પર BJP નહીં બદલે ઉમેદવાર! ફૉર્મ ભરવા અંગે રૂપાલાએ જાણો શું કહ્યું

રૂપાલાએ આઅ મામલે કહ્યું કે, તમારે બે કાર્યક્રમમાં હાજરી આપવાની છે. એક.. હું એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઇશ. ફોર્મ ભરવાની તારીખ આપું ત્યારે તમારે બધાને પાઘડી બંધવવાની છે. પછી 7 મી તારીખે મતદાન કરવાનું છે ત્યારે તમારે સાગમટે આવવાનું છે.

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજાઈક આવી રહી છે. તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર બદલવાની માંગ પર ખુદ ઉમેદવારે જ પૂર્ણવિરામ મૂકી દીધું છે. ભાજપના ઉમેદવારે કહ્યું કે, હું એક બે દિવસમાં ફોરમ ભરવાની તારીખ જાહેર કરીશ.

લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમ છે. રાજકોટમાં ભાજપના ઉમેદવારે એક સભામાં કહ્યું કે, તમારે બે કાર્યક્રમમાં હાજરી આપવાની છે. એક.. હું એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ તમને આપી દઇશ. ફોર્મ ભરવાની તારીખ આપું ત્યારે તમારે બધાને પાઘડી બંધવવાની છે. પછી 7 મી તારીખે મતદાન કરવાનું છે ત્યારે તમારે સાગમટે આવવાનું છે.

લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટ બેઠક પર સતત વિવાદ સામે આવી રહ્યો છે. અટકળો ચાલી રહી હતી કે ભાજપ તેના ઉમેદવાર બદલશે. ક્ષત્રિય સમાજની માંગ પણ હતી કે ભાજપ ઉમેદવાર બદલે ત્યારે હવે આઅ ચર્ચા પર રૂપાલાએ પૂર્ણવિરામ મૂકી દીધું છે. રૂપાલા હવે ટૂંક સમયમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરશે. એટલે ભાજપ ઉમેદવાર નહીં બદલે તે ફાઇનલ થઈ ચૂક્યું છે.

Leave a Comment

Read More

Read More