- IPL 2024ની 19મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જયપુરમાં રમાઈ રહી છે. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
IPL 2024 ની 19મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ઓપનર ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી તરફથી સારી શરૂઆત મળી હતી. પાવરપ્લેમાં આરસીબીએ 53 રન બનાવ્યા હતા. બંનેએ 13 ઓવર સુધી એકપણ વિકેટ પડવા દીધી નથી. ફાફ ડુ પ્લેસિસ 33 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલ ફરી એકવાર ફ્લોપ થયો છે. તે માત્ર એક રન બનાવી શક્યો હતો. ડેબ્યૂ મેચ રમવા આવેલા સૌરવ કુમારે 6 બોલમાં 9 રન બનાવ્યા હતા. ચહલે રાજસ્થાનને પ્રથમ સફળતા અપાવી હતી. બેંગલુરુની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. સૌરવ ચૌહાણને તક આપવામાં આવી છે. રાજસ્થાન રોયલ્સ ટીમ વિજય રથ પર સવાર છે. IPL 2024માં સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ ટીમે તેની તમામ મેચો જીતી લીધી છે. રાજસ્થાને કુલ ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ તેની ચારમાંથી ત્રણ મેચ હારી છે.
કોહલીની શાનદાર સદી
આજના મેચમાં કોહલીએ IPL 2024ની પ્રથમ સદી ફટકારી છે. તેની બેટિંગને હિસાબે RCB આ સ્કોર સુધી પહોંચી શક્યું છે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)