રૂપાલાની ટિકિટ કાપવાની માંગ પૂરી ન થતાં પાંચ ક્ષત્રિયાણીઓએ જોહર કરવાની ચીમકી આપી છે. આઅજે 4 વાગ્યે તે કમલમ ગાંધીનગર જવા નીકળશે. ક્યારે આ ક્ષત્રિયાણીઓને હાલમાં બોપલ ખાતેના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા છે. પાંચેય બોપલથી સાંજે 4 વાગ્યે કમલમ જવા નીકળે તે પહેલાં તેમની અટકાયત કરવામાં આવે તેવા એંધાણ છે.
એક તરફ રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારી શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ રાજકોટ બેઠક પર સતત વિવાદ ચાલી રહ્યો છે. રાજકોટ બેઠક પર ભાજપે પરશોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે. ત્યારે તેમણે ચૂંટણી પ્રચાર પર શરૂ કરી દીધો છે. રૂપાલાએ આપેલ એક નિવેદનથી ક્ષત્રિય સમાજ નારાજ છે. ત્યારે ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજની ભારે નારાજગી જોવા મળી રહી છે. રૂપાલાએ આપેલ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની મહિલાઓએ જોહર કરવાની ચીમકી આપી છે. ત્યારે આ મામલે આજે અમદાવાદ આવેલ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ, વીરભદ્રસિંહની અટકાયત કરવામાં આવી છે.
રૂપાલાની ટિકિટ કાપવાની માંગ પૂરી ન થતાં પાંચ ક્ષત્રિયાણીઓએ જોહર કરવાની ચીમકી આપી છે. આઅજે 4 વાગ્યે તે કમલમ ગાંધીનગર જવા નીકળશે. ક્યારે આ ક્ષત્રિયાણી
પાંચેય બોપલથી સાંજે 4 વાગ્યે કમલમ જવા નીકળે તે પહેલાં તેમની અટકાયત કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. બોપલ ખાતે મળવા આવેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ અને ગુજરાતના કરણી સેના પ્રમુખ વીરભદ્રસિંહની અટકાયત કરી લેવામાં આવી છે.
જાણો શું છે આ વિવાદ
રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલાનું નામ જાહેર થઈ ચૂક્યું હતું. ત્યારે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. જે નિવેદનને લઈ પરશોત્તમ રૂપાલાએ બે વાર માફી માંગી હતી. બીજી તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે પણ આ મામલે માફી માંગી છે. પરંતુ ક્ષત્રિય સમાજની માંગ છે કે રાજકોટ બેઠક પર ભાજપ પોતાના ઉમેદવારને બદલે. બીજી તરફ ભાજપ પોતાના ઉમેદવારને બદલવા રાજી નથી ત્યારે હવે ક્ષત્રિય સમાજ સતત વિરોધ દર્શાવી રહી છે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)