પોલીસ પ્રજાનો મિત્ર છે” તેવું ગુજરાત પોલીસનું સ્લેગન ગુજરાત પોલીસ દ્વારા હંમેશા યથાર્થ કામગીરી સાથે ખરુ કરવામાં આવે જ છે. પરંતુ ક્યારેક કોઇ જગ્યાએ પોલીસની કામગીરી લોકાવિમુખ પણ હોય તેવી ઘટના પણ સામે આવે છે. આવી જ એક ઘટના ગુજરાતનાં રાજકોટ જીલ્લાનાં ધોરાજી તાલુકામાંથી સામે આવી છે. દુષ્કર્મની ફરિયાદ ન લેતી ધોરાજી પોલીસ મીયાની મંદડીની જેમ ત્યારે પીડિતાની ફરિયાદ લેવા મજબૂર થઈ જ્યારે રાજ્યની સર્વોચ્ચ અદાલતે આકરો આદેશ કર્યો.
ગુજરાત પોલીસ જ્યારે કોઇ દુષ્કર્મ પીડિતાની ફરિયાદ ન નોંધે અને દુષ્કર્મ જેવી ગંભીર બાબતની ફરિયાદ માટે કોઇ પીડિતાને ગુજરાતની સર્વોચ્ચ અદાલતનાં દરવાજે જવું પડે તે પોલીસ બેડા માટે શરમ જનક બાબત છે અને તે ત્યારે અતિ ગંભીર ક્ષતી કહેવાય જ્યારે HC આદેશ કરે કે ફરિયાદ લેવી અને તુરંતમાં પગલા લેવા. આવી ગંભીર બાબતમાં જે કોઇ પોલીસ અધિકારી સામેલ હોચ તેની સામે પગલા પણ લેવવા જોઇએ જેથી કરીને ફરિયાદીને ફરિયાદ દાખલ કરવા માટે દરબદર ભટકવુ ન પડે.
રાજકોટના ધોરાજીમાં ગુજરાત હાઇકોર્ટના હુકમથી અંતે વીધવા મહીલાની ધોરાજી તાલુકા પોલીસે દુષ્કર્મ સહિતની ફરીયાદ નોંધી લેવી પડી છે. ધોરાજી તાલુકા વિસ્તારની વીધવા મહીલાનો એકલતાનો લાભ લઈને તેમના પર સામુહીક બળાત્કાર ગુજારી ધરમાંથી કાઢી મુકવાનો અચંભીત કીસ્સો સામે આવેલ છે. વિધવા મહિલાના પતિના અવસાન બાદ સાસરીયાઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ અને ત્રાસ આપવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે. વિધવા મહિલા સાથે તેમની મરજી વિરુદ્ધ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું.
પીડિત મહિલાનાં કહેવા પ્રમાણે
બનાવ સમયે મહિલા પાસે કોઈ પણ પુરાવા ન હતા જે બાદ પુરાવાઓ મળતા મહિલા ફરિયાદની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણીની સાથે બનાવ બન્યા બાદ તેઓ ધોરાજી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. ધોરાજી તાલુકા પોલીસે મહિલાની પોલીસ ફરિયાદ નહિ નોંધતા મહિલા ગુજરાત હાઇકોર્ટમાં પહોંચી હતી અને ન્યાય માટે મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરે તે માટેની પિટિશન ફાઇલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે મહિલાની પોલીસ ફરિયાદ નોંધવા માટે પોલીસને હુકમ ફરમાંવ્યો અને અંતે હાઇકોર્ટના ઓર્ડર બાદ વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી છે.
પીડિત મહિલા દ્વારા મહિલાની બે નણદોયા તેમજ નણંદ અને સાસુ સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વિધવા મહિલાને સાસરિયાંઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોવાની પણ મહિલાએ રાવ કરી છે. આ ઘટનાની અંદર પોલીસે IPC કલમ−376(ડી), 323, 506(2), 342, 114 મુજબ ગુન્હો દાખલ કર્યો છે.