Search
Close this search box.

CAUTION! કોરોના કરતા પણ વધુ ઘાતક છે આ બર્ડફ્લૂ H5N1, 50 ટકાથી વધુ દર્દીઓના થઈ ચૂક્યા છે મોત

ગુજરાતમાં હાલ અસહ્ય ગરમીની સિઝન આવી ચૂકી છે. તાપમાનનો પારો સડસડાટ ઉપર જઇ રહ્યો છે અને દેશીભાષામાં કહેવામાં આવે તો બે ઋૃતુઓને કારણે ઘરે ઘરે માંદગી જોવામાં આવી રહી છે. તાવ, શરદી અને ઝાડા-ઉલ્ટીની સાથે સાથે બર્ડ ફ્લૂ H5N1નાં કેસ પણ ગુજરાતમાં નોંધવામાં આવી ચૂક્યા છે ત્યારે ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સે બર્ડ ફ્લૂ H5N1ના સંભવિત ખતરાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટ્સે બર્ડ ફ્લૂ H5N1ના સંભવિત ખતરાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેની સાથે તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે આ નવી બીમારી કોરોના મહામારીથી 100 ગણો વધારો ખતરનાક સાબિત થઈ શકે છે. આ વાતની પણ પ્રબળ સંભાવના છે કે આ ફ્લૂ સાથે સંબંધિત અડધાથી વધુ લોકોના મોત પણ થઈ શકે છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે વાયરસના સંક્રમણનું સ્તર ગંભીર બની શકે છે, જે એક વૈશ્વિક મહામારીને જન્મ આપી શકે છે.

જોન-પિટ્સબર્ગમાં એક મુખ્ય બર્ડ ફ્લૂ સંશોધક ડૉ. સુરેશ કુચિપુડીએ ચેતવણી આપી છે કે H5N1માં મહારી પેદા કરવાની ક્ષમતા છે. તેથી તેના કારણે તે મનુષ્યોની સાથે ઘણાં સ્તનધારી જીવોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ સલાહકાર અને કેનેડા ખાતે ફાર્માસ્યુટિકલ કંપની બાયોનિયાગ્રાના સંસ્થાપક જૉન ફુલ્ટને પણ આ ચિંતાઓનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે એમ પણ કહ્યુ છે કે H5N1 જો મહામારી રીતે લેવામાં આવે છે, તો તે ઘણું ગંભીર થશે. તે કોવિડ1-9થી ઘણો વધારે ઘાતક થઈ શકે છે. ફુલ્ટને કહ્યુ છે કે એવું લાગે છે કે તે કોવિડથી 100 ગણો વધારે ખરાબ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પ્રમાણે, 2003 બાદથી H5N1 બર્ડ ફ્લૂથી પીડિત દરેક 100 દર્દીઓમાંથી 52ના મોત નીપજ્યા છે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીમાં 887 મામલા સામે આવ્યા છે અને તેમાથી 462ના મોત થયા છે. કોવિડ-19થી સંક્રમિત દર્દીઓનો મૃત્યુદર 0.1 ટકાથી ઓછો છે. જો કે મહામારીની શરૂઆતમાં તે લગભગ 20 ટકા હતો.

લાઈવ સાયન્સના એક રિપોર્ટ મુજબ, H5N1 એવિયન ઈન્ફ્લુએન્જા એનો એક ઉપપ્રકાર છે. તે બર્ડ ફ્લૂ વાયરસનો એક સમૂહ છે. તેને વધારે રોગકારક માનવામાં આવે છે, કારણ કે તે પોલ્ટ્રીમાં ગંભીર અને મોટાભાગે ઘાતક બીમારીઓનું કારણ બને છે. તે મુખ્યત્વે પક્ષીઓને પ્રભાવિત કરે છે. H5N1 જંગલી પક્ષીઓ અને ક્યારેક મનુષ્ય સહીતના ઘણાં સ્તનધારી જીવોને સંક્રમિત કરી શકે છે. માણસો અને જાનવરો માટે H5N1ની બીમારી ઘાતક સાબિત થઈ શકે છે.

H5N1 વાયરસનો ચેપ પહેલીવાર 1996માં ચીનમાં પક્ષીઓને લાગ્યો હતો. એક વર્ષ બાદ હોંગકોંગમાં તેનો પ્રકોપ થયો હતો

Leave a Comment

Read More

Read More