Search
Close this search box.

WARNING : ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીંતર એક ઝાટકામાં ખાલી થઈ જશે બેંન્ક એકાઉન્ટ : RBIની ચેતવણી

ડીજીટલ પેમેન્ટનું ચલણ દેશમાં વધ્યું છે. બીજી તરફ તેનો ગેરલાભ લઈને ઠગાઈ આચરનારી સાઈબર ઠગ ટોળકી સક્રિય બની છે. આવી ટોળકીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરાયું છે. પોલીસ દ્વારા સાઈબર સેલ એકદમ સક્રિય અને સાબદુ છે પણ સાઇબર ક્રાઇમ અને સાઇબર રિચ મામલે અનેક મર્યાદાઓ છે, ત્યારે કોઇ એવું કામ ન કરવું જોઇએ જે કર્યા પછી રોવાનો વારો આવે…….. માટે જ કહેવાય છે ને કે ચેતનો નર સદા સુખી……..

ઇન્ટરનેટની દુનિયામાં સુરક્ષિત રહેવું એ એક મોટી વાત છે. દરરોજ લોકો ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. લોકોને આ પ્રકારના કૌભાંડોથી બચાવવા માટે સરકારી સાયબર એજન્સીઓ સતત એલર્ટ જારી કરી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એલર્ટ જાહેર કર્યું છે. આરબીઆઈએ લોકોને ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો બતાવ્યા છે. ડિજિટલ ઈન્ડિયાના એક્સના હેન્ડલથી RBIને એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ઓજલાઈન થઈ રહેલા સ્કેમ અને તેનાથી બચવા માટે વીડિયોમાં બતાવવામાં આવ્યું છે. વીડિયો મુજબ તમારે કોઈપણ અજાણી લિંક પર ક્લિક ના કરવું. RBIએ કહ્યું છે કે જાણ કરો, સાવધાન રહો.

RBI મુજબ, સાયબર છેતરપિંડી કરનારા તમને કોઈપણ રીતે ફસાવવાનો પ્રયાસ કરી શકે છે. તે તમને લુભાવવા વાળા મેસેજ મોકલી શકે છે, તમને પાર્ટ ટાઈમ જોબની ઓફર આપે છે અને ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની સ્કીમ પણ આપે છે. કેટલીક વાર છેતરપિંડી કરનારાઓ તમને OTPના નામે, ક્યારેક KYCના નામે તો ક્યારેક કસ્ટમર કેરના નામે છેતરે છે. આ છેતરપિંડી કરનારાઓ તમને કસ્ટમ ઓફિસર અથવા પોલીસ વાળાના નામે પણ ફોન કરી પૈસા માંગી શકે છે. જો તમને આવું કંઈક લાગે તો તરત જ તેની કંમ્પેન કરો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડીજીટલ પેમેન્ટનું ચલણ દેશમાં વધ્યું છે. બીજી તરફ તેનો ગેરલાભ લઈને ઠગાઈ આચરનારી સાઈબર ઠગ ટોળકી સક્રિય બની છે. આવી ટોળકીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા અભિયાન શરૂ કરાયું છે. પોલીસ દ્વારા સાઈબર સેલ એકદમ સક્રિય અને સાબદુ છે પણ સાઇબર ક્રાઇમ અને સાઇબર રિચ મામલે અનેક મર્યાદાઓ છે, ત્યારે કોઇ એવું કામ ન કરવું જોઇએ જે કર્યા પછી રોવાનો વારો આવે…….. માટે જ કહેવાય છે ને કે ચેતનો નર સદા સુખી…..

Leave a Comment

Read More

Read More