Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: કોંગ્રેસે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની અન્ય યાદી જાહેર કરી છે. પાર્ટીએ ઉત્તર અને દક્ષિણ ગોવાના સંસદીય ક્ષેત્ર માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મધ્યપ્રદેશના મુરેના, ખંડવા અને ગ્વાલિયર અને દાદર અને નગર હવેલી (ST) માટે પણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

ફ્રાન્સિસ્કો સાર્દિન્હાનું નામ હટાવ્યું

આ મુજબ રમાકાંત ખલાપ ઉત્તર ગોવાથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. કેપ્ટન વિરિયાતો ફર્નાન્ડિસ દક્ષિણ ગોવાથી ચૂંટણી લડશે. ગોવાના કોંગ્રેસના વર્તમાન સાંસદ ફ્રાન્સિસ્કો સરદિન્હાને લોકસભા ચૂંટણીના ઉમેદવારોની યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.

આ લોકો મેદાને

પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદીમાં સત્યપાલ સિંહ સિકરવાર મધ્યપ્રદેશના મોરેનાથી મેદાનમાં છે જ્યારે પ્રવીણ પાઠક ગ્વાલિયરથી મેદાનમાં છે. જ્યારે નરેન્દ્ર પટેલને ખંડવાથી ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સિવાય પાર્ટીએ દાદર અને નગર હવેલીમાં અજીત રામજીભાઈ મહેલ પર દાવ લગાવ્યો છે.

અગાઉ 2 એપ્રિલે યાદી બહાર પાડવામાં આવી હતી

આ પહેલા કોંગ્રેસે બીજી એપ્રિલે બીજી યાદી બહાર પાડી હતી. આ મુજબ વાયએસ શર્મિલા રેડ્ડી આંધ્ર પ્રદેશના કડપાથી ચૂંટણી લડશે જ્યારે એમએમ પલ્લમ રાજુ કાકીનાડાથી ચૂંટણી લડશે. યાદીમાં મોહમ્મદ જાવેદને કિશનગંજથી અને તારિક અનવરને કટિહારથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અગાઉ પાર્ટીએ ગઈકાલે મહારાષ્ટ્રના અકોલા અને તેલંગાણામાં વારંગલ લોકસભા સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.

Leave a Comment

Read More

Read More