Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: વધુ એક પત્રિકા વાયરલ, સાબરકાંઠા ભાજપમાં વિવાદના એંધાણ !

ત્રિકામાં તમામ કાર્યકર્તાઓને ખેસ અને ભાજપની ટોપી પહેરી શનિવારે વિરોધ નોંધાવવા આહવાન કરાયું છે. પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે શનિવારે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન કરાયું છે.

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રાજ્યમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજ્યમાં પોસ્ટર પોલિટીક્સ બાદ દર ચૂંટણીની જેમ આ વખતે પત્રિકા કાંડ શરૂ થઈ ચૂક્યું છે. પત્રિકામાં સાબરકાંઠા લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે

પત્રિકામાં તમામ કાર્યકર્તાઓને ખેસ અને ભાજપની ટોપી પહેરી શનિવારે વિરોધ નોંધાવવા આહવાન કરાયું છે. પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે શનિવારે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન કરાયું છે.

(વી.ડી.ઝાલાના રાજીનામાંની કરી માંગ)

લોકસભાના મધ્યસ્થ કાર્યાલયમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાએ કરેલી બબાલનો વિડીયો વાયરલ થયો હતો.જો કે આ બબાલ બાદ હવે ધારાસભ્યના નામ સાથે પત્રિકા વાયરલ થઇ છે. આ પત્રિકામાં ધારાસભ્ય વી.ડી.ઝાલા માફી માગે અને રાજીનામું આપે તેવી માગ કરવામાં આવી છે

સાબરકાંઠા ભાજપમાં ઉમેદવાર અને ધારાસભ્યો સામે પણ પત્રિકા વાયરલ થતાં પક્ષમાં ભારે જૂથવાદ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ભાજપે ગુજરાતની 26 બેઠકો પૈકી 2 બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને બદલીને હેમાંગ જોશી અને સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ત્યારે સાબરકાંઠા બેઠક પર નવો ચહેરો જાહેર થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે. શોભનાબેન બારૈયાને બદલવા માટેની માંગ ઉગ્ર બની છે.

Leave a Comment

Read More

Read More