Search
Close this search box.

દિલ્હીથી પરત ફરતા જ પરષોત્તમ રૂપાલાએ આપ્યું નિવેદન, કહ્યું- મારા સમર્થનમાં ક્ષત્રિય સમાજના અનેક નેતા

ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બનેલા પરષોતમ રૂપાલાએ આજે એક મોટો દાવો કર્યો તેમણે મીડિયા સમક્ષ રૂબરૂ થતાં જણાવ્યું કે, “મને તમામ સમાજનું અને ક્ષત્રિય સમાજના અનેક નેતાઓનું પણ સમર્થન છે.

 

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલા કેબિનેટ બેઠક માટે દિલ્હી ગયા હતા. આજે ત્યાંથી પરત ફર્યા છે. પરત ફરતાં જ તેમણે નિવેદન આપ્યું કે, મને ક્ષત્રિય સમાજના અનેક નેતાનું સમર્થન છે. પરંતુ હું તેમના નામ આપીને આગમાં ઘી હોમવાનું કામ નથી કરવા માંગતો.

 

રૂપાલાએ વધુમાં જણાવ્યું છે કે કેબિનેટની બેઠક માટે દિલ્હી ગયો હતો. કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા નિયમો મુજબ બ્રિફિંગ કરવાની થતી હોય છે. આગેવાનો અત્યારે બેઠક કરી રહ્યા છે. આગેવાનો પાસે માહિતી છે, આગેવાનો સંવાદ કરી રહ્યા છે. એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય. પાટીદાર V/S ક્ષત્રિય સમાજ જેવુ કશુ નથી અમારા સમર્થનમાં માત્ર પાટીદાર નહિ, પરંતુ તમામ સમાજ છે.

 

આ વિવાદના વંટોળ બાદ હવે 7 એપ્રિલે સુરતમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે..સુરતના મોટા વરાછાના ગોપીન ગામમાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનમાં સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનમાં પાટીદાર સહિતના સૌરાષ્ટ્રવાસીઓને ઉપસ્થિત આહવાન આપવામાં આવ્યું છે.

Leave a Comment

Read More

Read More