Search
Close this search box.

હું ભૂખી રહીને મરવાનું પસંદ કરીશ, પરંતુ **** (અપશબ્દ) મોદીનાં ફોટાવાળુ રાશન નહીં ખાઉં : મમતા બેનર્જીની જીભ લપસી

કૂચબિહારમાં મમતા બેનર્જીએ ટીએમસીની જાહેરસભામાં પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારની તમામ એજન્સીને કામ પર લગાડી છે. રાજ્યના અધિકારીઓની બદલી કરાય રહી છે. તેમણે સવાલ કર્યો કે રાજ્યોમાં અધિકારીઓની ટ્રાન્સફરની યાદી બની છે. પરંતુ એનઆઈએ, સીબીઆઈ અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના કેટલા અધિકારીઓની બદલી થઈ છે.

 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ PM મોદીને લઈને વિચિત્ર નિવેદન આપ્યું છે. કૂચબિહારમાં એક ચૂંટણી સભામાં મમતા બેનર્જીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી મળનારા રાશનના પેકેટ પર PM મોદીનો ફોટો લાગેલો છે. તેમણે કહ્યું છે કે હું ભૂખી રહીને મરવાનું પસંદ કરીશ, પરંતુ ******* (અપશબ્દ) મોદીની તસવીરવાળા રાશનને નહીં ખાઉં. ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીના આ નિવેદન પર ભાજપે તેમને ઘેર્યા છે. ભાજપના નેતા સુકાંતા મજૂમદારે ભાષણ દરમિયાન વાંધાજનક સંબોધન માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીની આલોચના કરી છે. તેના સિવાય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેંદુ અધિકારીએ માઈક્રો સોશયલ સાઈટ એક્સ પર મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો છે

 

પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં મમતા બેનર્જીએ ટીએમસીની જાહેરસભામાં પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો. તેમણે કહ્યુ કે કેન્દ્ર સરકારની તમામ એજન્સીને કામ પર લગાડી છે. રાજ્યના અધિકારીઓની બદલી કરાય રહી છે. તેમણે સવાલ કર્યો કે રાજ્યોમાં અધિકારીઓની ટ્રાન્સફરની યાદી બની છે. પરંતુ એનઆઈએ, સીબીઆઈ અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના કેટલા અધિકારીઓની બદલી થઈ છે.

 

તેમણે કેન્દ્ર સરકારને પડકારતા કહ્યુ છે કે હું બંગાળને સંભાળી લઈશ. મારા રહેતા તેમની હિંમત નથી કે બંગાળવાસીઓને કોઈ સ્પર્શી શકે. ચૂંટણીથી પહેલા સીએએ લાવવામાં આવ્યો. તમે જેવું રજિસ્ટ્રેશન માટે પોતાનું નામ દાખલ કરશે, તેવી જ રીતે તમને બાંગ્લાદેશી ઘોષિત કરી દેવામાં આવશે.

 

કૂચબિહારના જાહેરસભામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છેકે હું આલોચના કરી રહી નથી, પરંતુ મારો લોકશાહી અધિકાર છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ હવે ગુંડાગર્દી કરી રહી છે. તેમણે ચૂંટણી પંચને ભાજપ વિરુદ્ધ એક્શન લેવાની અપીલ કરી. તેમણે કહ્યુ છે કે સીઆઈએસએફ, બીએસએફ, આઈટી, એનઆઈએના ઉપયોગ કરીને ભાજપ લોકોને પરેશાન કરી રહ્યું છે અને આ લોકશાહી પદ્ધતિ નથી.

Leave a Comment

Read More

Read More