Search
Close this search box.

કોંગ્રેસ બાદ INCOME TAXની રડાર પર વધુ બે રાજકીય પક્ષો, ટૂંક સમયમાં…

*કોંગ્રેસ બાદ વધુ બે રાજકીય પક્ષો આવકવેરા વિભાગના રડાર પર છે. આઈટી વિભાગ તેમને ટૂંક સમયમાં નોટિસ ઈશ્યુ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. આ મામલો 380 કરોડ રૂપિયાનો છે.*

 

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે આવકવેરા વિભાગે તેના તમામ બેંક ખાતા જપ્ત કરી લીધા છે. કોંગ્રેસ આરોપ લગાવે છે કે તે ચૂંટણી પ્રચાર માટે પૈસાનો ઉપયોગ કરી શકતી નથી. પાર્ટીને આવકવેરા રિટર્ન ન ભરવા બદલ રૂ. 3567 કરોડની નોટિસ મળી છે. કોંગ્રેસ બાદ વધુ બે રાજકીય પક્ષો આવકવેરા વિભાગના રડાર પર છે. આઈટી વિભાગ તેમને ટૂંક સમયમાં નોટિસ ઈશ્યુ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. સહકારી બેંકોમાં જમા કરાયેલા 380 કરોડ રૂપિયા અંગે આ બંને પક્ષો સામે તપાસ ચાલી રહી છે.

 

ETના અહેવાલ મુજબ, આ મામલો તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના બે પ્રાદેશિક પક્ષોને લગતો છે. તેમના પર નાણાકીય વર્ષ 2020-21 અને 2022 દરમિયાન સહકારી બેંકોમાં 380 કરોડ રૂપિયા જમા કરાવવાનો અને તેમના ટેક્સ રિટર્ન ભરવાનો આરોપ છે. આવકવેરાવિભાગે આ બંને પક્ષો સામે તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આ મામલે નોટિસ પણ જારી કરવામાં આવી શકે છે.

 

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “બંને પક્ષો દ્વારા સહકારી બેંકોમાં જમા કરવામાં આવેલી રકમમાં કેટલીક અનિયમિતતાઓ મળી આવી છે. તેથી તેની તપાસ કરવામાં આવી રહી છે.” વિભાગ અગાઉના વર્ષોમાં આ બંને પક્ષો દ્વારા કરવામાં આવેલી થાપણોની પણ તપાસ કરી રહ્યું છે. આ બંને પક્ષોના નામ જાહેર થઈ શક્યા નથી પરંતુ એવું ચોક્કસ જાણવા મળ્યું છે કે આ પક્ષો તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ સાથે સંકળાયેલા છે.

પૂછપરછ પણ કરવામાં આવી

તમિલનાડુમાં એક પક્ષની સહકારી બેંકોમાં નાણાં જમા કરાવવા માટે પાર્ટીના બે નેતાઓના ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “જે લોકોના બેંક ખાતામાંથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેઓની ગયા મહિને પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેઓએ હજુ સુધી આ બિનહિસાબી અને અચાનક જમા નાણાં અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય પક્ષે નાણાં જમા કરાવવા માટે નકલી રાજકીય પક્ષોના નામનો ઉપયોગ કર્યો છે. અને ઘણા વ્યવહારો કર્યા પરંતુ, તેમના સભ્યો પાસે આ બાબતે કોઈ ખુલાસો નથી.

નોંધનીય છે કે ED મની લોન્ડરિંગ કેસમાં CPI(M) પાર્ટીના નામે ખોલવામાં આવેલા પાંચ બેંક ખાતાની તપાસ કરી રહી છે. જેમાં પાર્ટી ઓફિસની જમીન ખરીદવા, પાર્ટી ફંડ જમા કરાવવા અને વસૂલાત વગેરેનો મામલો છે. ઈડીની ટીમે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની પુત્રી વીણા સામે પણ ગેરકાયદેસર વ્યવહારના સંબંધમાં કેસ નોંધ્યો છે.

Leave a Comment

Read More

Read More