Search
Close this search box.

લગ્નમાં પનીરની વાનગી ખાતા પહેલાં ચેતજો! સુરતમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થો

સુરતમાં શંકાસ્પદ પનીર વેચનારા વેપારીઓ બેફામ બની ગયા છે. આરગ્ય વિભાગે 230 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પનીરમાં મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ વપરાતું હતું.

 

આજે પંજાબી ફૂડ એ લોકોની પહેલી પસંદ બની ગયું છે. જેના કારણે પનીરમાંથી બનતી વાનગી લોકપ્રિય બની ગઇ છે. જો તમે પનીરની સબ્જી કે અન્ય પનીરની વાનગીઓ ખાવાના શોખીન છો તો આ સમાચાર અવશ્ય વાંચજો. સુરતમાંથી 230 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો છે. આજે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં લોકો જરા પણ ખચકાતા નથી. સુરતમાં શંકાસ્પદ પનીર વેચનારા વેપારીઓ બેફામ બન્યા છે. આરોગ્ય વિભાગે આવા વેપારીઓ સામે લાલ આંખ કરી પાંડેસરા વિસ્તારમાં તપાસ કરી હતી. અહીં આરોગ્ય વિભાગે 230 કિલો શંકાસ્પદ પનીર પકડી પાડ્યું હતું.

 

વલસાડથી મગાવેલા આ પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં પનીર સ્ટાન્ડર્ડનું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, આ પનીરમાં મિલ્ક ફેટના બદલે પામ ફેટનો ઉપયોગ થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. તેમ જ બાઈડીંગ માટે સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે આ મામલે એજ્યુકેટિંગ કૉર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.

 

મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ

પનીરમાં મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ મેળવી બનાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક ટેમ્પામાંથી 230 કિલો જેટલું શંકાસ્પદ પનીર મળી આવ્યું હતુ. જેમાં વલસાડથી મંગાવેલું પનીર ડેરી મારફતે પ્રસંગોમાં મોકલાવતું હતુ. તેમજ સુરતના કાપોદ્રા કારગીલ ચોક કૈવટ નગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ પોલીસે રેડ પાડી સુમુલ ડેરીના સુમુલ શુધ્ધ ધીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો હતો.

 

*દરોડા દરમિયાન નકલી ઘી પણ મળી આવ્યું*

પોલીસ દ્વારા ડેરીના માલીકની ધરપકડ કરી ડેરીમાંથી ડુપ્લિકેટ ઘીના 1 લીટરના અને 500 મી.લીના 8 પાઉચ મળી કુલ રૂપિયા 3410 નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને વોન્ટેડ બતાવ્યો છે. તપાસ દરમ્યાન ડેરીમાંથી સુરત-તાપી જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ડેરીના કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર સુમુલ શુધ્ધ ઘીના 1 લિટરના 3 અને 500 મી.લીના 5 મળી કુલ 7 પાઉચ મળી કુલ રૂપિયા 3410 નો જથ્થો મળી આવ્યો હતો.

Leave a Comment

Read More

Read More