Search
Close this search box.

LOKSABHA ELECTION 2024: કાશ્મીરમાં પણ તૂટ્યું INDIA ગઠબંધન? મહેબૂબાએ કહ્યું- ત્રણેય સીટો પર ઉતારશે ઉમેદવાર

PDP ચીફ અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ CM મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે નેશનલ કોન્ફરન્સે PDP માટે કાશ્મીરની ત્રણેય લોકસભા સીટો પર ઉમેદવારો ઉભા કરવા સિવાય કોઈ વિકલ્પ છોડ્યો નથી.

 

ભારતીય જનતા પાર્ટી અને PM મોદીના વિજયી રથને રોકવા માટે રચાયેલ ઈન્ડિયા એલાયન્સને વધુ એક ઝટકો લાગતો હોય તેમ લાગે છે. આ પહેલા પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી હતી અને તમામ સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી. હવે ગઠબંધન જમ્મુ-કાશ્મીરમાં પણ અંતિમ શ્વાસ લેતું જણાય છે.

 

PDP ચીફ અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ CM મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે નેશનલ કોન્ફરન્સે PDP માટે કાશ્મીરની ત્રણેય લોકસભા સીટો પર ઉમેદવારો ઉભા કરવા સિવાય કોઈ વિકલ્પ છોડ્યો નથી. મહેબૂબાના આ નિવેદનથી લાગે છે કે ગઠબંધન લગભગ તૂટી ગયું છે.

 

નેશનલ કોન્ફરન્સે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે ત્રણેય બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરશે. નેશનલ કોન્ફરન્સે ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’માં સીટની વહેંચણીના ભાગરૂપે કોંગ્રેસ માટે જમ્મુની બે બેઠકો છોડી હતી. મુફ્તીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “તેઓએ (નેશનલ કોન્ફરન્સ) અમારી પાસે ઉમેદવારો ઉભા કરવા અને ચૂંટણી લડવા સિવાય કોઈ વિકલ્પ છોડ્યો નથી.” તેમણે કહ્યું કે ઉમેદવારો અંગે અંતિમ નિર્ણય પક્ષનું સંસદીય બોર્ડ લેશે.

 

મહેબૂબાએ પટનાથી દિલ્હીના રામલીલા મેદાન સુધી યોજાયેલી ઈન્ડિયા એલાયન્સની સભાઓ અને રેલીઓમાં ભાગ લીધો હતો. તે દરેક સ્ટેજ પર જોવા મળી છે. તેમના સિવાય ફારુક અબ્દુલ્લા પણ તેમની પાર્ટીનું નેતૃત્વ કરતા જોવા મળે છે. જો કે સીટની વહેંચણી અંગે કોઈ સંકલન હોય તેવું જણાતું નથી.

Leave a Comment

Read More

Read More