આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ રમાઇ રહી છે. IPL 2024ની 12મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. SRHએ કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ GTએ બે ફેરફારો કર્યા છે. સ્પેન્સર જોન્સનના સ્થાને આજે નૂર અહેમદને તક મળી છે, જ્યારે આર સાઈ કિશોરની જગ્યાએ દર્શન નલકાંડેને તક આપવામાં આવી છે.
આ મેચ રોમાંચક બની રહી છે, કારણ કે બંને ટીમો પોતાની બીજી જીતની રાહ જોઈ રહી છે. ગુજરાત અને હૈદરાબાદ તેમની ઘરઆંગણે મેચ જીત્યા છે, પરંતુ તેમની અવે મેચ હારી છે. આવી સ્થિતિમાં ગુજરાત પર બીજી જીત માટે દબાણ રહેશે. આ સાથે જ હૈદરાબાદની ટીમ જીત મેળવવાનો પ્રયાસ કરશે. IPL 2024 પોઈન્ટ ટેબલમાં, SRH ચોથા ક્રમે અને GT આઠમા ક્રમે છે.
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન): રિદ્ધિમાન સાહા (wk), શુભમન ગિલ (કેપ્ટન), અઝમતુલ્લા ઓમરઝાઇ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહેમદ , મોહિત શર્મા અને દર્શન નલકાંડે
DC vs CSK: આજે વિશાખાપટ્ટનમમાં દિલ્હી અને ચેન્નાઈ વચ્ચે ટક્કર, જાણો બંને ટીમોની પ્લેઈંગ 11
સનરાઇઝર્સ હૈદરાબાદ (પ્લેઇંગ ઇલેવન): મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)