અમે જણાવીશું એક વિજ્ઞાન આધારિત માર્ગદર્શિકા વિશે જેમાં ઋતુ પ્રમાણે બદલાતી ઊંઘ અને ભૂતકાળમાંથી મળેલી શીખો સામેલ છે.
એક સામાન્ય દિવસની સવાર છે અને તમે તમારી પથારીમાં છો. બારીમાંથી થોડોક પ્રકાશ આવી રહ્યો છે અને પક્ષીઓનો અવાજ ઘોષણા કરી રહ્યો છે કે ઊઠવાનો સમય થઈ ગયો છે પરંતુ તમને લાગે છે કે ચોક્કસપણે તે યોગ્ય ન હોવું જોઈએ?
તમે જ્યારે રાતની ઊંઘ યાદ કરો ત્યારે તમને લાગે છે કે રાતની ઊંઘ અસ્વસ્થ અને છૂટકછૂટક હતી.
વિશ્વભરના લોકો અપૂરતી ઊંઘને કારણે સંઘર્ષ કરી રહ્યા છે. પાંચથી સાત કરોડ લોકો માત્ર અમેરિકામાં જ અપૂરતી ઊંઘને કારણે પીડાઈ રહ્યા છે અને વૈશ્વિક સ્તરે તેને એપિડેમિક પણ કહેવામાં આવે છે.
- જોકે થોડાક સામાન્ય શારીરિક અને માનસિક બદલાવ થકી ઊંઘની ગુણવત્તાને સુધારી શકાય. અદ્યતન વૈજ્ઞાનિક રિસર્ચ અને લાંબા સમયથી ભુલાઈ ગયેલી ઐતિહાસિક યુક્તિઓથી પ્રેરિત આ માર્ગદર્શિકા તમને સારી ગુણવત્તાવાળી ઊંઘ પૂરી કરવામાં મદદ કરશે એમ લાગે છે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)