Search
Close this search box.

સુરત પોલિસે 7 વર્ષીય બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલાન, લોકોએ કામગીરીને બિરદાવી

કાપોદ્રા પોલીસ બાળકી અને તેનાં પરિવાર માટે દેવદૂત બનીને સામે આવી હતી. રાત્રિનાં સમયે ઘરની બહાર નીકળતા શ્વાન પાછળ પડી જતાં 7 વર્ષીય બાળકી રસ્તો ભૂલી ગઈ હતી.

સુરતમાં પોલીસે સરાહનીય કામગીરી સામે આવી છે. એક ગુમ બાળકીનો તેના પરિવાર સાથે સુખદ મિલાપ કરાવ્યો છે. માહિતી અનુસાર રાત્રિનાં સમયે ઘરની બહાર નીકળતા શ્વાન પાછળ પડી જતાં 7 વર્ષીય બાળકી રસ્તો ભૂલી ગઈ હતી. વાહનચાલકો ગુમ બાળકીને કાપોદ્રા પોલીસ સ્ટેશન મૂકી ગયા હતા. શી ટીમ સાથે 20 પોલીસકર્મીઓએ 16 કલાક મહેનત કરી બાળકીનાં પિતાને શોધી કાઢ્યા હતા. ત્યાર બાદ બાળકીનું મિલાન પરિવાર સાથે કરાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર સુરતનાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલી એક બાળકીને લાવવામાં આવી હતી. રાત્રિનાં સમયે ઘરની બહાર નીકળતા 7 વર્ષીય બાળકી પાછળ કેટલાક શ્વાન પડી જતાં તે ઘરનો રસ્તો ભૂલી ગઈ હતી. રડતી બાળકીને જોઈ ત્યાંથી પસાર થતાં વાહનચાલકો ઊભા રહ્યા હતા અને બાળકીને કાપોદ્રા પોલીસ મથકે લઈ આવ્યા હતા. ત્યાર બાદ શી ટીમ સાથે 20 પોલીસકર્મીઓએ 16 કલાક મહેનત કરીને બાળકીના પિતાને શોધી કાઢ્યા હતા.

જ્યાર બાદ બાળકીનાં પિતા મળી જતા બાળકીનો જન્મદિવસ હોવાનું જાણવા મળતા પોલીસની ટીમે બાળકીનો જન્મદિવસ પણ ઊજવ્યો હતો. બાળકીને સાથે રાખીને કેક કાપી શી ટીમ તેમ જ પીઆઈ અને સ્ટાફ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળકીનાં પિતાએ કાપોદ્રા પોલીસનો આભાર માન્યો હતો. બાળકી સહી સલામત પરત મળી જતાં પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

Leave a Comment

Read More

Read More