પતિ પર થયેલ એટેક બાદ કરીના કપૂરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ફેન્સને એક ભાવુક અપીલ કરી છે. શું છે અપીલ જોઈએ
બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલ જીવલેણ હુમલા બાદ ફિલ્મી જગતમાં આઘાત છવાયો છે. ત્યારે લોકો આ મુદ્દે જાણવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે હવે સૈફની પત્ની અને એક્ટ્રેસ કરીના કપૂરે આ મુદ્દે પહેલી પોસ્ટ કરીને ચાહકોને એક અપીલ કરી છે.
મળતી માહિતી મુજબ કરીના કપૂરે ચાહકોને માહિતી આપતી પોસ્ટ શેર કરી છે. જેમાં સૈફની હાલત વિશે જણાવતાં કરીનાએ ચાહકોને ધીરજ રાખવાની અપીલ કરી છે અને કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવાનું કહ્યું છે. કરીનાએ લખ્યું કે અમારા પરિવાર માટે આ ખૂબ જ પડકારજનક દિવસ રહ્યો છે. અમે હજુ પણ આઘાતમાં છીએ. અમને નવાઈ લાગે છે કે આ બધું કેવી રીતે બન્યું, આ મુશ્કેલ સમયમાં હું મીડિયા અને ચાહકોને કહેવા માગું છું કે તેઓ કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવે, તેમજ શાંતિ જાળવી રાખે. કરીનાએ કહ્યું કે અમે તમારા બધાની ચિંતા સમજીએ છીએ અને ચિંતિત પણ છીએ. જે રીતે તમે લોકો સતત અપડેટ્સ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો, આ બધું જોવું એ અમારા માટે મોટી વાત છે.
સૈફ અલી ખાન પર મોડી રાત્રે ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસેલા એક વ્યક્તિએ હુમલો કર્યો હતો, જેમાં અભિનેતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. દરેક સમયે નવી માહિતીઓ સામે આવી રહી છે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)