Search
Close this search box.

મકરસંક્રાતિ પહેલા ગુજરાત HCનો મોટો નિર્ણય ! કાચ પીવડાવેલી દોરી અને ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ

ઉત્તરાયણ પર્વને લઈ ગુજરાત હાઈકોર્ટનો હુકમ જાહેર થયો છે. રાજ્યભરમાં કાચની દોરી એટલે કે કાચ પીવડાવેલી દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. આ સાથે ચાઈનીઝ દોરી, નાઈલોન દોરી પર પણ પ્રતિબંધના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે હાઈકોર્ટના હુકમના પાલનની પ્રતિબધ્ધતા દર્શાવી છે.

કાચની દોરી પર HC એ મુક્યો પ્રતિબંધ

ગુજરાતમાં પતંગ દોર વેચતા વેપારીઓ ખાસ સાવધાની રાખે.

જો કાચ પાયેલી દોરી, ચાઈનીઝ દોરી કે નાઈલોન દોરી મળી આવી તો કડક કાર્યવાહી થઈ શકે છે. સારકારે ખાતરી આપી છે કે 13 જાન્યુઆરી સુધી કડક પગલા લેવામાં આવશે.

સરકારને આપ્યા કડક આદેશ

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તહેવાર પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને મહત્ત્વનો આદેશ કર્યો છે. કોર્ટે ઉત્તરાયણમાં રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો છે. સાથે જ ચાઈનીઝ દોરી, નાઈલોન દોરીનાં ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવા હુકમ કર્યો છે.

લોકોની સલામતી માટે લેવાયો નિર્ણય

ગુજરાતીઓ અને ખાસ કરીને પતંગ રશિયાઓ માટે માઠા સમાચાર છે કારણ કે મોટાભાગના લોકો પોતાના માંજાથી પેચ કાપવા કાચની દોરીનો ઉપયોગ કરે છે ત્યારે હવે કોર્ટના આદેશ બાદ હવે તમને બજાર માંથી આ દોરી નહીં મળી શકે. જોકે કાચ પાયેલી દોરીથી ઘણા અકસ્માતો બને છે તેના કારણે કોર્ટ ધ્વારા આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ત્યારે લોકોની સલામતીને સલામતીને લઈને HCએ આ નિર્ણય લીધો છે. કોર્ટનું કહેવું છે કે લોકોની સલામતી વધારે મહત્વથી આથી જોખમી સામગ્રીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Leave a Comment

Read More

Read More