Search
Close this search box.

6 હજાર કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, જાણો વિગત

CID ક્રાઈમે મહેસાણા જિલ્લાની હદમાંથી BZ ના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી છે. માહિતી અનુસાર,દવાડા ગામથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે. આ દરમિયાન ભુપેન્દ્રસિંહ ઝાલાને ગાંધીનગર લઈ જવાયો છે. BZ સ્કીમના મુખ્ય સૂત્રધાર ભુપેન્દ્રસિંહ ઝાલા 1 મહિનાથી ફરાર હતો.

પોન્ઝી સ્કીમના કૌભાંડી અને BZ ફાયનાન્સના મુખ્ય સૂત્રાધાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની CID ક્રાઈમે ધરપકડ કરી છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણા જિલ્લામાં હતો તે દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી છે.

CID ક્રાઈમે મહેસાણા જિલ્લાની હદમાંથી BZ ના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી છે. માહિતી અનુસાર,દવાડા ગામથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે. આ દરમિયાન ભુપેન્દ્રસિંહ ઝાલાને ગાંધીનગર લઈ જવાયો છે. BZ સ્કીમના મુખ્ય સૂત્રધાર ભુપેન્દ્રસિંહ ઝાલા 1 મહિનાથી ફરાર હતો.

કરી હતી આગોતરા જામીન માટે અરજી

પોલીસની ધરપકડથી બચવા માટે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી. જો કે ગ્રામ્ય કોર્ટ દ્વારા તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. જે બાદ છેલ્લા એક મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયેલો ભૂપેન્દ્રસિંહ ઝાલા નેપાળથી દુબઈ થઈને કેરેબિયન દેશોમાં ભાગી ગયો હોવાની આશંકા સેવાઈ હતી. આથી કૌભાંડના માસ્ટરમાઈન્ડને ઝડપી પાડવા માટે પોલીસે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવાથી લઈને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી.

CID ને મળ્યા હતા આ પુરાવા

ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિગતો આપતા CID ક્રાઈમના હિંમાંશુ વર્માએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આ કેસમાં 3 ફરિયાદ મળી છે. જે પૈકી એક સરકારી ફરિયાદમાં 7 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. બી.ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસ, બી.ઝેડ ઈન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઈવેટ લિમિટેડ, બી.ઝેડ પ્રોફિટ પ્લસ અને બી.ઝેટ મલ્ટી ટ્રેડ આમ ચાર કંપનીના વર્ષ 2020 થી 2024 દરમિયાન 4 વર્ષના વ્યવહારો તપાસમાં આવ્યા હતા. જેમાં આ ચારેય કંપનીઓના 16 બેંક ખાતાઓમાં રોકાણકારોએ કુલ રૂ. 360,72,65,624 રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. ચારેય બેંક ખાતાઓમાંથી નાણાં અરસ-પરસ સરક્યુલર ટ્રાન્જેકશન થયું હોવાની માહિતી મળી છે. આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પ્રથમ રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ ઊંચું વળતર આપી રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરીને કરોડો રૂપિયાનું રોકણ કરાવતો હતો. CID ક્રાઈમની તપાસ દરમ્યાન આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ફકત એક જ બ્રાન્ચમાંથી રોકડ વ્યવહારનું ટ્રાન્જેક્શનની તપાસમાં કુલ રૂપિયા 52,000,0000/- (બાવન કરોડ) રોકડા રોકાણકારોએ આપ્યા હોવાનું સામે આવ્યું છે.

આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરોડો રૂપિયાની આંગડિયા પેઢી મારફતે હેરાફેરી કરી હવાલા કરેલાનું CID ક્રાઇમની તપાસમાં પુરાવા મળ્યા છે. આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોના નાણાંમાથી અલગ અલગ જગ્યાએ 17 જેટલી મિલકતો પણ વસાવી હોવાની વિગતો મળી છે, જેની બજાર કિંમત આશરે 10 કરોડથી વધુની થાય છે. આ મિલ્કતો સીઝ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વસાવેલી વૈભવી અને મોઘીદાટ ગાડીઓ (1) Volvo Modal No.XC90 (2) Mercedes (3) Porche car તથા આરોપી મયુર દરજીની (1) FORTUNER (2) HARRIER XT તમામ ગાડીઓ કબ્જે કરેલ છે જેની કિંમત આશરે 9 કરોડથી પણ વધારે છે.

સાબરકાંઠાનો વતની ભુપેન્દ્રસિંહ ઝાલા

મૂળ સાબરકાંઠાનો વતની ભુપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ CID ક્રાઈમે ગત નવેમ્બર મહિનામાં ઠગાઈની તથા જીપીઆઈડી એક્ટ મુજબ ફરિયાદ નોંધીને અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે. અલગ અલગ 04 ટીમો બનાવીને CID ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પરંતુ મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા હજી પણ ફરાર છે. તપાસ એજન્સીએ 360 ડિગ્રી તપાસ શરૂ કરતાની સાથે જ ભુપેન્દ્રસિંહ ઝાલાની એક જ બ્રાન્ચમાંથી રૂપિયા 52 કરોડના વ્યવહારો સામે આવી ચૂક્યા છે. તદુપરાંત રૂ. 100 કરોડની વસાવેલી 18 મિલકતો ભુપેન્દ્રસિંહ ઝાલાએ શરૂ કરેલી પોન્ઝી સ્કીમ હેઠળ વસાવી છે. તે તમામને હાલ સીઝ કરી દેવામાં આવી છે.

લોકસભામાં અપક્ષ કરી હતી ઉમેદવારી

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગત લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. જોકે બાદમાં તેણે પોતાનું નોમિનેશન પરત ખેંચી લીધુ હતુ અને વિધિવત રીતે ભાજપનો સભ્ય બની ગયો હતો. ત્યાં જ ભૂપેન્દ્ર ઝાલા ભાજપમાં જોડાયા બાદ રાજકીય વગદાર બને માટે પક્ષમાં સક્રિય બન્યો હતો અને ગામડે ગામડે તેણે ગ્રામજનો સાથે મેળાવડા કર્યા હતા.

Leave a Comment

Read More

Read More