સુરતમાં સુર્યા ટાવરમાં પતિએ પરિવારના 4 સભ્યોને ચપ્પુના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો. જેમાં પત્ની અને બાળકનું મોત થયું છે. પરિવારના સભ્યોને ચપ્પુના ઘા માર્યા બાદ આરોપીએ પોતાના ગળા પર પણ ચપ્પાના ઘા માર્યા હતા. માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે.
સુરતમાં દીકરા દ્વારા સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળકને ચપ્પુના ઘા મારી દીધા હતા. આટલું જ નહીં પરિવારને ચપ્પુના ઘા માર્યા બાદ તેણે પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પત્ની અને બાળકનું મોત થયું છે જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર દીકરો સારવાર હેઠળ છે.
સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે. સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા,પત્ની અને બાળકને ચપ્પુના ધા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પું માર્યું. સ્મિત જિયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કરતા પત્ની અને બાળકનું મોત થયું છે. જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
સુરતમાં દીકરાએ જ પરિવારનો માળો વીખેરી નાંખ્યો છે. પારિવારિક મનદુ:ખના કારણે આ પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે. પરિવારમાં અંદરો અંદરના મનદુઃખના કારણે બબાલ ચાલતી હતી. જેને લઈ સ્મિતે ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.