ભરુચમાં બનેલી 10 વર્ષીય બાળકી પરની દુષ્કર્મની ઘટનાએ દરેકનું ધ્યાન ખેચ્યું છે. ત્યારે આ ઘટના બાદ ફરી ભરુચ જિલ્લામાંથી વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. આમોદના એક ગામમાં 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ આરોપી અગાઉ આ જ વૃદ્ધા પર દુષ્કર્મ આચરીને જેલમાં ગયો હતો ત્યારે હવે તે જામીન પર પાછા ફરતા ફરી તેણે આ જ 72 વર્ષીય વૃદ્ધા પર કદુષ્કર્મ આચર્યું છે. આ સાથે તેણે મહિલાને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી છે.
ઝૂંપડીમાં રહેતી 72 વર્ષીય વૃદ્ધા પર ફરીવાર આચર્યું દુષ્કર્મ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના એક ગામમાં ઝૂંપડીમાં રહેતી એક 72 વર્ષીય વૃદ્ધા પર એક જ મહિનામાં બે વખત દુષ્કર્મ આચરી અને 35 વર્ષના શૈલેષ રાઠોડે વૃદ્ધાને જીવથી મારી નાખવાની ધમકી આપી છે. આ બનાવ અંગે વૃદ્ધાએ આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે દુષ્કર્મ તેમજ ધાકધમકીનો ગુનો દાખલ કર્યો છે.
આમોદ પોલીસ આવી એક્શનમાં
જે વૃદ્ધા પર દુષ્કર્મ આચરી આરોપી જેલમાં ગયો હતો તે જ આરોપી જામીન પર બહાર આવતા ફરી તે જ વૃદ્ધા પર દુષ્કર્મ આચરી અને વૃદ્ધાને જીવથી મારી નાખવાની ધમકી આપતા વૃદ્ધા પોલીસ પાસે જતા આમોદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ફરાર આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.