શહેરનાં પૂર્વ વિસ્તારમાં આવતા અનુપમ બ્રિજ પાસે ટ્રક ચાલકે બે નિર્દોષ વ્યક્તિને અડફેટે લઈને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના બની હતી. 50 વર્ષીય જીતેન્દ્ર ભાવસાર તેઓની દિકરીની 3 વર્ષની દિકરી હીયા શાહને લઈને સ્કુટી પર ભગત એસ્ટેટથી ખોખરા તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન શરણમ સ્માર્ટ સ્પેસ આગળ પહોંચતા એક ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક હંકારી અકસ્માત સર્જયો હતો.
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ શહેરનાં પૂર્વ વિસ્તારમાં આવતા અનુપમ બ્રિજ પાસે ટ્રક ચાલકે બે નિર્દોષ વ્યક્તિને અડફેટે લઈને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના બની હતી. 50 વર્ષીય જીતેન્દ્ર ભાવસાર તેઓની દિકરીની 3 વર્ષની દિકરી હીયા શાહને લઈને સ્કુટી પર ભગત એસ્ટેટથી ખોખરા તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન શરણમ સ્માર્ટ સ્પેસ આગળ પહોંચતા એક ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક હંકારી અકસ્માત સર્જયો હતો.
જે ઘટનામાં જીતેન્દ્ર ભાવસાર અને દોહીત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બન્નેને હોસ્પિટલ લઈ જવાતા મોત થયા હતા. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને ટ્રક ચાલક ગીતમસિંઘ નીશાતની ધરપકડ કરી હતી. ટ્રક ચાલક નશામાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેથી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનોને નો એન્ટ્રી હોય છે તેવામાં આ ટ્રક ચાલક ક્યાંથી શહેરમાં આવ્યો અને તે ક્યાં જવાનો હતો તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે આ ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થતા ફરી એક વાર શહેરમાં ભારે વાહનો જીવલેણ સાબિત થયા છે.