પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની શુક્રવારે હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. નામપલ્લી ક્રિમિનલ કોર્ટે સુનાવણી બાદ અલ્લુ અર્જુનને 14 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો હતો, પરંતુ અલ્લુ અર્જુનને હાઈકોર્ટમાંથી રાહત મળી છે.
સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનને રાહત, હાઇકોર્ટે આપ્યા વચગાળાના જામીન
પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની શુક્રવારે હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. નામપલ્લી ક્રિમિનલ કોર્ટે સુનાવણી બાદ અલ્લુ અર્જુનને 14 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો હતો, પરંતુ અલ્લુ અર્જુનને હાઈકોર્ટમાંથી રાહત મળી છે.
પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની શુક્રવારે હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. આ પછી અલ્લુ અર્જુનને નામપલ્લી ક્રિમિનલ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કોર્ટે સુનાવણી બાદ અલ્લુ અર્જુનને 14 દિવસના રિમાન્ડ પર મોકલી દીધો છે. જોકે અલ્લુ અર્જુનને હાઈકોર્ટમાંથી રાહત મળી છે. હાઈકોર્ટે પુષ્પા 2 સ્ટારને વચગાળાના જામીન મંજૂર કર્યા છે.
અલ્લુ અર્જુનને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ હવે અલ્લુ અર્જુનને ચંચલગુડા જેલમાં લઈ જશે. અલ્લુ અર્જુને એફઆઈઆર રદ કરવા માટે તેલંગાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી કરીને તેલંગાણા હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. નામપલ્લી ક્રિમિનલ કોર્ટમાંથી રિમાન્ડ બાદ અલ્લુ અર્જુનને હાઈકોર્ટમાંથી રાહત મળી છે. અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળી ગયા છે.
શું છે મામલો?
4 ડિસેમ્બરે અલ્લુ અર્જુન તેના પરિવાર સાથે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મના પ્રીમિયરમાં પહોંચ્યો હતો. પુષ્પા 2 સ્ટારને જોવા માટે ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દરમિયાન ભીડ બેકાબુ થઈ ગઈ હતી અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ જ ઘટનામાં 35 વર્ષીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જે બાદ પોલીસે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો.
અલ્લુ અર્જુનની ધરપકડનો વીડિયો થયો વાયરલ
અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. અલ્લુ અર્જુનની ધરપકડનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે અલ્લુ અર્જુનની જે રીતે ધરપકડ કરી હતી તેના પર અભિનેતાએ વાંધો ઉઠાવ્યો હતો. અભિનેતાએ કહ્યું કે પોલીસ તેના બેડરૂમમાં ઘૂસી ગઈ હતી અને તેને નાસ્તો પણ કરવા દીધો નહોતો.
અલ્લુ અર્જુનની ધરપકડનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં અલ્લુ અર્જુન પોલીસકર્મીઓ સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અલ્લુ અર્જુનની પત્ની પણ જોવા મળી રહી છે. આ વીડિયોમાં અલ્લુ અર્જુન સફેદ હૂડી પહેરેલો જોવા મળી રહ્યો છે જેમાં પુષ્પા 2નો ડાયલોગ ‘ફૂલ નહીં હૈ, આગ હૈ’ લખાયેલો જોવા મળે છે.