વિશ્વભરમાં ગઈકાલે (11 ડિસેમ્બર 2024) વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થઈ ગયુ હતું. ત્યારે હવે મેટાએ આના પર પોતાની પ્રતિક્રિયા આપતા મોટું નિવેદન આપ્યું છે.
વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થયા બાદ મેટાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. મેટાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે માફી માગીએ છીએ કે યુઝર્સને આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમે શક્ય તેટલી વહેલી તકે આ સમસ્યાને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’
નોંધનયી છે કે, વિશ્વભરમાં મંગળવારે (11 ડિસેમ્બર 2024) લગભગ 11:30 વાગ્યાથી, યુઝર્સને એપ્સ પર મેસેજ મોકલવામાં અને રિસીવ કરવામાં મુશ્કેલી થવા લાગી હતી. આ સમસ્યા અચાનક શરૂ થઈ અને વિશ્વભરના લાખો લોકોને અસર કરી છે.
મેટાએ પોતાના નિવેદનમાં શું કહ્યું?
ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બરાબર કામ કરી રહ્યા છે
તમને જણાવી દઈએ કે વોટ્સએપ સિવાય Meta પાસે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પણ છે. ત્રણેય લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુઝર્સને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, હવે આ ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બરાબર રીતે કામકરી રહ્યા છે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)