Search
Close this search box.

બોક્સ ઓફિસ પર પુષ્પા 2નો દબદબો, સતત છઠ્ઠા દિવસે કલેક્શન કરોડોને પાર, તોડ્યો રેકોર્ડ

ષ્પા 2 બોક્સ ઓફિસ પર ડંકો વગાડી રહી છે. વર્ષ 2021 ની બ્લોક બસ્ટર ફિલ્મ ‘ પુષ્પા ધ રાઇઝ’ ની સિકવલે દર્શકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ રીલીઝના પહેલા જ દિવસથી બોક્સ ઓફિસ પર દમદાર પરફોર્મ કરી રહી છે અને ધોધમાર કમાણી કરી રહી છે. એટલું જ નહીં આ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલીય ફિલ્મોને પાછળ મૂકીને ઘણા નવા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ વીક ડેમાં પણ ખૂબ કમાણી કરી રહી છે.

‘પુષ્પા 2’ની છઠ્ઠા દિવસની કમાણી

સુકુમારની પુષ્પા 2 જબરદસ્ત એન્ટરટેઇનમેન્ટ પૂરું પડી રહી છે. આજ કારણ છે કે વીક ડે માં પણ તેને ભરપૂર દર્શકો મળી રહે છે. જો કે તેમ ઘટાડો પણ થયો છે પરંતુ તે તેના કલેક્શનમાં દરરોજ કરોડો રૂપિયા જોડી રહી છે. 500 કરોડના બજેટમાં બનેલી પુષ્પા 2 એ 4 દિવસમાં જ તેટલી કમાણી કરી લીધી છે. પહેલા દિવસે ફિલ્મે 164.25 કરોડ, બીજા દિવસે 93.8 કરોડ, ત્રીજા દિવસે 1191.5 કરોડ, ચોથા દિવસે 141.5 કરોડ, પાંચમા દિવસે 64.45 કરોડ અને છઠ્ઠા દિવસે તેલુગુમા 11 કરોડ, હિન્દીમાં 38 કરોડ, તમિલમાં 2.60 કરોડ, કન્નડમાં 0.4 કરોડ અને મલયાલમ ભાષામાં 0.5 કરોડની કમાણી કરી છે. તમામ ભાષાઓનું થઈને છઠ્ઠા દિવસ સુધીનું ટોટલ કલેક્શન 645.95 કરોડ થઈ ગયું છે.

પુષ્પા 2 એ બનાવ્યો રેકોર્ડ

પુષ્પા 2 એ રીલીઝના દિવસથી જ નવા નવા રેકોર્ડ પોતાના નામે કર્યા છે ત્યારે રીલીઝના છઠ્ઠા દિવસે પણ ફિલ્મે આ પ્રથા ચાલુ રાખી છે. આ ફિલ્મે છઠ્ઠા દિવસે 38 કરોડ રૂપિયાની કમાણી કરીને રણબીર કપૂર થી લઈને શાહરુખ ખાન અને સની દેઓલની ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે.

છઠ્ઠા દિવસની કમાણી:

પુષ્પા 2: 38 કરોડ

ગદર 2: 32.37 કરોડ

એનિમલ: 27.8 કરોડ

બાહુબલી 2: 26 કરોડ

સ્ત્રી 2: 25.8 કરોડ

પઠાણ: 25 5 કરોડ

Leave a Comment

Read More

Read More