આ ફીચર ચેટમાં સક્રિય રીતે જોડાયેલા વ્યક્તિની ટાઈપિંગ સ્ટેટસ ચેક કરવાની નવી રીત પ્રદાન કરે છે. પહેલા આ ફીચર માત્ર ટોપ બેનરમાં જ દેખાતું હતું. તેનું પરીક્ષણ ઓક્ટોબરમાં શરુ થયું હતું અને શરુઆતમાં તે માત્ર પસંદગીના બીટા ટેસ્ટર્સ માટે જ ઉપલબ્ધ હતું. હવે તેને IOS અને Android બંને પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યું છે.
વોટસએપે ગુરુવારે મોબાઈલ યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે જે યુઝર્સને રીઅલ-ટાઇમમાં ચેટમાં જોડાવાનું સરળ બનાવે છે. ચેટમાં કોણ સક્રિય રીતે ટાઇપ કરી રહ્યું છે તે દર્શાવવા માટે પ્લેટફોર્મ હવે ટાઇપિંગ સૂચકાંકો સાથે વિઝ્યુઅલ સંકેતો બતાવશે. આ સુવિધા પર્સલન અને ગ્રૂપ બંને ચેટમાં ઉપલબ્ધ થઈ ગઈ છે. આ ફીચર વોઈસ મેસેજ ટ્રાન્સક્રિપ્શન સાથે જોડાયેલું છે, જે ગયા મહિને મેસેજ ટ્રાન્સક્રિશન વપરાશકર્તાઓને પ્રાપ્ત વોઇસ મેસેજનું ટેકસ્ટ-આધારિત સંસ્કરણ પ્રદર્શિત કરવા સક્ષમ કરે છે.
મેટા પ્લેટફોર્મ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, નવી ટાઇપિંગ ઈન્ડિકેટર્સ ફીચર ચેટ સ્ક્રીનના લાસ્ટમાં ટાઇપ કરી રહેલા યુઝરના પ્રોફાઈલ ફોટો સાથે વિઝ્યુઅલ સંકેતો દર્શાવશે. આ ફિચર ખાસ કરીને ગ્રુપ ચેટમાં ઉપયોગી છે, જ્યારે એક સાથે અનેક લોકો ટાઇપ કરી રહ્યા હોય. આ સુવિધા ચેટમાં સક્રિય રીતે રોકાયેલી વ્યક્તિની ટાઇપિંગ સ્થિતિ તપાસવાની નવી રીત પ્રદાન કરે છે.
પહેલા આ ફીચર માત્ર ટોપ બેનરમાં જ દેખાતું હતું. તેનું પરીક્ષણ ઓક્ટોબરમાં શરુ થયું હતું અને શરુઆતમાં તે માત્ર પસંદગીના બીટા ટેસ્ટર્સ માટે જ બધું ઉપલબ્ધ હતું. હવે તેને ios અને Android બંને પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યું છે.