મંગળવારે પ્રવાસન વિભાગને ધમકીભર્યો મેલ આવ્યો હતો. આ ધમકીભર્યા મેઈલમાં કહેવામાં આવ્યું છે કે આગ્રાના તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.
આગ્રાના તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મંગળવારે પ્રવાસન વિભાગને ધમકીભર્યો મેલ આવ્યો હતો. આ ધમકીભર્યા મેઈલમાં કહેવામાં આવ્યું છે કે આગ્રાના તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. તાજમહેલના કેમ્પસને સુરક્ષા દળોએ સંપૂર્ણ રીતે ઘેરી લીધું છે.
હાલમાં તાજમહેલની અંદર 1000 જેટલા પ્રવાસીઓ છે. નાસભાગને રોકવા માટે સુરક્ષાકર્મીઓ એક પછી એક બધાને બહાર કાઢી રહ્યા છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ આ માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ કામગીરી બપોરે 1 વાગ્યાથી ચાલુ છે.
( તાજ સુરક્ષાના ACPએ શું કહ્યું? )
છેલ્લા કેટલાક સમયથી શાળાઓ, ટ્રેનો, હોટેલો અને ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મામલામાં વધારો થઈ રહ્યો છે. જો કે, આમાંની મોટાભાગની ધમકીઓ નકલી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તાજમહેલ વિશ્વ પ્રસિદ્ધ ધરોહર છે અને તેને જોખમમાં મૂકવાની બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. એસીપી તાજ સિક્યુરિટી સૈયદ અરીબ અહેમદે જણાવ્યું કે પર્યટન વિભાગને ઈમેલ મળ્યો છે. તેના આધારે તાજગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. વધુ તપાસ હાથ ધરી છે.
![Satyani Saruaat News](https://secure.gravatar.com/avatar/44b669cc44a3ef53893c6e27371d2e92?s=96&r=g&d=https://www.satyanisaruaatnews.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)