Search
Close this search box.

હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી

પંજાબથી બરજિન્દર પરવાનાએ ધમકીનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો

બાગેશ્વર ધામના પંડિત ધીરેેન્દ્ર શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પંજાબનાં કટ્ટરપંથી બરજિંદર પરવાનાનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે કહી રહ્યો છે કે ધીરેેન્દ્ર શાસ્ત્રી માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેમને મારી નાખવામાં આવશે.

પંડિત ધીરેેન્દ્ર શાસ્ત્રીએ તેમની સનાતન હિંદુ એકતા પદયાત્રા દરમિયાન હરિહર મંદિર સંબંધિત સંભલ કેસ અંગે નિવેદન આપ્યું હતું, જેને પંજાબનાં કટ્ટરપંથી બરજિન્દર પરવાનાએ અમૃતસર સ્થિત શ્રી હરમંદિર સાહિબ સાથે જોડ્યું હતું. વીડિયો અનુસાર, પરવનાએ ધીરેેન્દ્ર શાસ્ત્રીને પંજાબ આવવાનો પડકાર ફેંક્યો હતો. પંજાબનાં કપૂરથલા જિલ્લાનાં કાદરાબાદ ગામમાં 26 થી 30 નવેમ્બર દરમિયાન પાંચ દિવસીય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કટ્ટરપંથી બરજિંદર પરવાનાએ આ જ સભાનાં મંચ પરથી ધમકી આપી હતી.

વિડીયોમાં પરવાનાએ કહ્યું કે, ’બાગેશ્વર ધામના સાધુએ કહ્યું છે કે, તેઓ પૂજા કરશે અને ત્યાં મંદિર બનાવશે જે શ્રી હરમંદિર સાહિબ છે, જ્યારે ધીરેેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન શ્રી હરમંદિર સાહિબના સંબંધમાં નથી. તેમનું નિવેદન સંભલના હરિહર મંદિર પર હતું. વીડિયો સામે આવ્યાં બાદ સોશિયલ મીડિયા પર ધીરેેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં નિવેદનો થઈ રહ્યાં છે. જેમાં એન્ટી ટેરરિસ્ટ ફ્રેેન્ડ ઈન્ડિયા અને વિશ્વ હિંદુ તખ્ત ચીફ શાંડિલ્યએ બરજિંદર પરવાનાની ધરપકડની માંગ કરી હતી. તેણે પંજાબ અને હરિયાણાનાં ડીજીપીને ફરિયાદ મોકલીને આરોપ લગાવ્યો હતો કે પરવનાએ હિન્દુ-શીખ ભાઈચારા તોડવાનું કાવતરું ઘડ્યું છે.

 

Leave a Comment

Read More

Read More