Search
Close this search box.

અસામાજિક તત્વોના નીકળતા વરઘોડાને લઈને હર્ષ સંઘવીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોના નીકળતા વરઘોડા મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યો છું સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી સામાજિક તત્ત્વો ટપોરીઓના પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે. સુરત પોલીસ ખૂણે ખૂણેથી ટપોરીઓને શોધીને તેઓ વિરુદ્ધ સુરત શહેર ભૂલી જવાય તે પ્રકારની કાર્યવાહી સુરત પોલીસ કરી રહી છે.

સુરતના વેસુમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોના નીકળતા વરઘોડા મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યો છું સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી સામાજિક તત્ત્વો ટપોરીઓના પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે. સુરત પોલીસ ખૂણે ખૂણેથી ટપોરીઓને શોધીને તેઓ વિરુદ્ધ સુરત શહેર ભૂલી જવાય તે પ્રકારની કાર્યવાહી સુરત પોલીસ કરી રહી છે. હું શહેરના નાગરિકોને જણાવવા માગું છુંકે, હજી પણ આવા અસામાજિક તત્વો ટપોરીઓ જેઓ લોકોને હેરાનગતિ કરશે તેઓને રોડ ઉપર બેસવાનો વારો આવશે. હર્ષ સંઘવીએ કહ્યું કે, આવા અસામાજિક તત્વો અને ટપોરીઓને કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બચાવવા જોઈએ નહીં. જો તમે આવા વ્યક્તિઓની ભલામણ કરશો તો સમાજના પાપ માંથી તમને પણ મુક્તિ મળશે નહીં. સવારથી સાંજ સુધી તમે ગમે તેટલી પૂજા કરશો પરંતુ તમે પાપના ભાગીદાર રહેશો. આવા લોકો સમાજના માટે સૌથી મોટા દુષણ છે.

(સુરતપોલીસકમિશનરનોમાન્યો આભર)

(વરઘોડા સારા નીકળે છે અનેતેમાપણ ચાલવાની તકલીફ તો પડવી જ જોઈએ. ગમે ત્યાં દાદા નો બગીચો સમજીને તલવાર લઈને ફરે છે તેઓની શાન ઠેકાણે લાવી ઘરનું એક પણ પગથિયું ચડાઈ નહીં તેનું નામ પોલીસ છે. તે માટે હું સુરત શહેર પોલીસ કમિશનર અને તેમની ટીમનો આભાર માનું છું.

Leave a Comment

Read More

Read More