આસી.ડાયરેકટર ઘાયલ : સાઈબર – માફીયાઓ પર દરોડા વખતે બનાવ
મની લોન્ડરીંગથી માંડીને હવાલા સુધીના અનેકવિધ હાઈ પ્રોફાઈલ કેસોના પર્દાફાશ કરતી એન્ફોર્સમેન્ટ ડીરેકટરોરેટ (ઈડી)ના અધિકારીઓની ટીમ પર દિલ્હીમાં હુમલો થતા ખળભળાટ સર્જાયો છે.આ હુમલામાં એક અધિકારી ઘાયલ થયા હતા. દિલ્હીમાં સાઈબર ક્રાઈમની તપાસ માટે અધિકારીઓની ટીમ આજે પાટનગરનાં બિડવાસન વિસ્તારમાં ત્રાટકી હતી ત્યારે આરોપી તથા તેના પરિવારનાં ટોળાએ હુમલો કર્યો હતો. આરોપીનું નામ અશોક શર્મા જણાવાયું છે. આ હુમલામાં આસીસ્ટંટ ડાયરેકટર ઘાયલ થયા હતા
આ બનાવની જાણ થતાં જ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અન્ય અધિકારીઓને સુરક્ષા આપીને સલામત રીતે બહાર કઢાયા હતા. ટોચના સીએ સહીતનાં સાઈબર માફીયાઓને સંડોવતા નેટવર્કનાં કેસમાં ઈડીની ટીમ દરોડા પાડયા હતા.