આજકાલ પાનકાર્ડ 2.0 કે QR કોડ વાળા પાન કાર્ડની ચર્ચાએ જોર પકડયું છે તો એમાં સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે તો આપણી પાસે જે જૂનું પાનકાર્ડ છે શું એ બંધ થઈ જશે? એ જૂના પાનકાર્ડનું શું કરવાનું ? શું આપણે નવા પાનકાર્ડ માટે જાતે એપ્લાય કરવાનું રહેશે? ત્યારે વાંચો વિગતે કે સરકાર જે QR કોડ વાળું પાનકાર્ડ બહાર પાડશે તેની ખાસિયત શું છે અને તે કેવી રીતે કામ કરશે.
ભારત સરકારે નવા પાનકાર્ડ માટે 1435 કરોડ રુપિયાની મંજુરી આપી દીધી છે. આ પાનકાર્ડમાં એક વસ્તુ નવી હશે અને એ છે QR CODE. હાલ આપણા બધા પાસે જે પાનકાર્ડ છે તેમાં આપણું નામ, પિતાનું નામ, જન્મ તારીખ અને 10 અંકનો આલ્ફાન્યૂમેરિક યુનિક પાનકાર્ડ નંબર વિગતો લખેલી હોય છે. પણ નવા પાનકાર્ડમાં એક QR કોડ પણ હશે.
શું જૂનું પાનકાર્ડ અમાન્ય ગણાશે?
હવે તમને જે પ્રશ્ન થઈ રહ્યો છે તે કે શું જૂનું પાનકાર્ડ માન્ય નહી રહે? તો ના એવુ નથી, પાનકાર્ડ ના તો બદલવાનું છે ન તો તમારુ પાનકાર્ડ રદ થવાનું છે. તમારી પાસે જે પાનકાર્ડ છે એ માન્ય જ છે અને માન્ય જ રહેવાનું છે.
નવા પાન કાર્ડ માટે એપ્લાય કરવાની જરુર પડશે?
હવે બીજો પ્રશ્ન એ થાય છે કે શું તમારે આ QR કોડ વાળું પાનકાર્ડ મેળવવા માટે એપ્લાય કરવાનું રહેશે? કે તે કેવી રીતે મેળવવાનું રહેશે? તો તમારું જૂનું પાનકાર્ડ તો આમ તો માન્ય જ ગણાશે પણ જો તમે નવું QR કોડ વાળું પાનકાર્ડ લેવા માંગો છો તો તમે એપ્લાય કરશો અને જો સરકારને લાગશે તો નવું પાનકાર્ડ તમારા ઘરે સાવ મફતમાં કોઈપણ એકસ્ટ્રા ચાર્જ વગર મળી રહેશે.
શું હશે અલગ QR કોડવાળા પાનકાર્ડમાં ?
આપણને બધાને ખબર છે કે અત્યારનો યુગ ડિઝિટલ યુગ છે, એટલા માટે હવે જે લોકો નવા પાનકાર્ડ માટે એપ્લાય કરશે એ બધાને 2 પાનકાર્ડ મળશે એક તો ફિઝીકલ અને એક ડિઝિટલ બંનેમાં QR કોડ હશે. આ QR કોડમાં તમારી ઈનકમની જે હિસ્ટ્રી હશે એ ખબર પડી જશે. હાલમાં દેશમાં ફક્ત જૂના પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનો ઉપયોગ 1972થી થઈ રહ્યો છે અને ઈન્કમ ટેક્સ કલમ 139A હેઠળ જારી કરવામાં આવે છે. જો આપણે દેશમાં પાનકાર્ડ ધારકોની સંખ્યા પર નજર કરીએ તો તે 78 કરોડથી વધુ છે. જે 98 % વ્યક્તિઓને આવરી લે છે. તમને જણાવી દઈએ કે PAN નંબર એ 10 અંકનો આલ્ફાન્યૂમેરિક ઓળખ પુરાવો છે જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. પાન નંબર દ્વારા, આવકવેરા વિભાગ કોઈપણ વ્યક્તિના ઓનલાઈન અથવા ઓફલાઇન નાણાકીય વ્યવહારો પર નજર રાખે છે.
નવા પાનકાર્ડના શું છે ફાયદા
ટેક્સપેયરની જે સર્વિસ છે એ સુધરશે અને આ સુવિધા ફાસ્ટ થઈ જશે
પાનકાર્ડના ડિજિટલાઈઝેશનથી ફ્રોડ ઓછા થશે અને જો ફ્રોડ થાય તો તેને પકડવામાં સરળતા રહેશે
પાનકાર્ડ સંપૂર્ણ ડિજિટલ થઈ જશે તો ખર્ચ પણ ઓછો થશે જેનાથી પૈસા બચશે.