Search
Close this search box.

ગામડાઓમાં 1 લાખમાંથી 18322ના માથે દેણુ: સરકારી સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શહેરોમાં લોકોની જરૂરિયાતો વધી રહી છે, જેનાં કારણે લોકોમાં ખર્ચને પહોંચી વળવા માટે લોન લેવાનું ચલણ વધી રહ્યું છે. સરકારી સર્વેમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે ગ્રામીણ વિસ્તારનાં લોકો લોન લેવામાં ઘણાં આગળ છે. ગામડાઓમાં દર એક લાખ લોકો માટે 18714 લોકો એવાં છે જેમણે કોઈને કોઈ લોન લીધી છે. જ્યારે શહેરોમાં, સહેજ ઓછાં 17442 લોકો દેવાદાર છે.

આંકડા મંત્રાલયનો વ્યાપક વાર્ષિક મોડ્યુલર સર્વે રિપોર્ટ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે. જેમાં 2022-23 ના નેશનલ સેમ્પલ સર્વેનાં ડેટાને આધાર બનાવવામાં આવ્યો હતો. તે કહે છે કે દેશમાં દર એક લાખ લોકો પર 18322 દેવાદાર છે.

આમાં સંસ્થાકીય અને બિન-સંસ્થાકીય માધ્યમો દ્વારા લેવામાં આવેલી લોનનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોની સરખામણીમાં ગામડાઓમાં લોન લેનારાઓની સંખ્યા વધુ છે. આ વલણ પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં વધુ જોવા મળ્યું છે. ઉદાહરણ તરીકે, એક લાખ ગ્રામીણ પુરૂષોમાંથી 24322 એ કોઈને કોઈ લોન લીધી છે.

શહેરો કરતાં ગામડાઓમાં હરીફાઈ વધી રહી

નિષ્ણાંતોનું માનવું છે કે ગામડાઓમાં પણ શહેરોની લાઈફ ફોલો થઈ રહી છે. ઘરેલું જરૂરિયાતો હોય કે બાળકોનું શિક્ષણ હોય કે ખોરાક હોય કે કપડાં હોય, વસ્તુઓ હવે મોટાભાગે શહેરોની તર્જ પર બની રહી છે.

જો જોવામાં આવે તો ગામડાઓમાં આ સ્પર્ધા ઘણી વધારે છે. આ ઉપરાંત શહેરી વિસ્તારોમાં આરોગ્ય અને શિક્ષણને લગતી ઘણી સેવાઓ મફતમાં ઉપલબ્ધ છે, જ્યારે ગામડાઓમાં આ માટે પણ ચૂકવણી કરવી પડે છે. પરિણામે ગામડાનાં લોકોને આજે વધુ લોન લેવી પડે છે.

Leave a Comment

Read More

Read More