Search
Close this search box.

ટેક / ઈન્સ્ટાગ્રામમાં આવ્યા ઢગલાબંધ નવા ફીચર્સ, ગણતાં અને સમજતા માથું ફરી જશે

Instagram ઘણા નવા ફીચર એડ કરવામાં આવ્યા છે. ઇન્સ્ટાગ્રામના આ નવા ફીચર્સ ડાયરેક્ટ મેસેજિંગ સર્વિસમાં આવ્યા છે, જેથી યુઝર્સેને નવો અનુભવ થશે.

Instagram ઘણા નવા ફીચર એડ કરવામાં આવ્યા છે. Meta નું આ ફોટો-વિડીયો શેયરિંગ પ્લેટફોર્મ યુવાનો વચ્ચે ખૂબ લોકપ્રિય છે. આ એપમાં આ દરેક ફીચર DM એટલે ડાયરેક્ટ મેસેજમાં એડ કર્યા છે. યુઝર્સ હવે ઇન્સ્ટાગ્રામના માધ્યમે લોકેશન શેયરિંગ સહિત ઘણા કામ કરી શકો છો. સાથે જ આમાં WhatsApp જેમ જ નવા સ્ટીકર્સ પણ મળશે. ઇન્સ્ટાગ્રામના આ બધા જ ફીચર્સ Snapchatને ટક્કર આપવા માટે લાવવામાં આવ્યા છે. Snapchat પણ યુવાનોને અને ખાસ કરીને ટીનેજર્સ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. તો ચાલો ઇન્સ્ટાગ્રામના નવા ફીચર્સ વિશે જાણીએ..

ઇન્સ્ટાગ્રામના માધ્યમે તમે તમારું લોકેશન કોઈની પણ સાથે શેયર કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં આ ફીચર WhatsApp થી લેવામાં આવ્યો છે. જે રીતે તેમે પોતાના કોન્ટેક્ટ સાથે પોતાની લાઈવ લોકેશન શેયર કરી શકો છો. તે જ રીતે પોતાના ઈન્સ્ટાગ્રામમાં પણ પોતાનું લાઈવ લોકેશન પોતાના ફોલોવર્સ સાથે શેયર કરી શકશો. ખાસ કરીને અહીં ઈન્ફ્લુએન્સર માટે ખૂબ ઉપયોગી છે. તે કોઈ ઇવેન્ટ, કોન્સર્ટસ વગેરે લોકેશન પોતાના ફોલોઅર્સને DM કરી શકશે.

જોકે, આ ફીચર માત્ર પ્રાઇવેટ કન્વર્ઝેશન વાળા લોકો સાથે કામ કરશે. તમે કોઈ અજાણ્યા વ્યક્તિને લોકેશન શેયર નહીં કરી શકો. ઇન્સ્ટાગ્રામ આ એક ફીચર અત્યારે અમુક દેશોમાં લાઈવ થઈ ગયું છે. આ ફીચર ભારત સહિત અન્ય દેશોમાં જલ્દી રોલ આઉટ કરવામાં આવશે.

નિકનેમ ફીચર ઇન્સ્ટાગ્રામમાં આ ફીચર ખાસ કરીને તે યુઝર્સ માટે છે, જે પોતાના મિત્રોને કોઈ નિકનેમ આપવા ઇચ્છતા હોય છે. ડાયરેક્ટર મેસેજિંગ લિસ્ટમાં હાજર મિત્રોને યુઝર્સ નિકનેમ આપી શકે છે. આની માટે યુઝર્સને ડાયરેક્ટ મેસેજિંગ વાળા ટેબ પર રહેલા પોતાના કોઈ મિત્રની ચેટ વિન્ડો ઓપન કરવાની રહેશે. ત્યારે બાદ મિત્રના નામ પર એડિટ બટન પર ટેપ કરીને નવું નિકનેમ અપડેટ કરી શકો છો. આ નિકનેમ માત્ર તેમણે પોતાના DM ચેટમાં જ દેખાશે.

Leave a Comment

Read More

Read More