Search
Close this search box.

ભૂલ ભુલૈયા 3 ચાલી કે સિંઘમ અગેઇન? બોક્સ ઓફિસમાં રૂપિયાનો ઢગલો, ત્રીજા દિવસે બમ્પર કમાણી

ભૂલ ભુલૈયા 3′ અને ‘સિંઘમ અગેઇન’ ની બોક્સ ઓફિસ પર જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. બંને જ ફિલ્મો ખૂબ મજબૂત કલેક્શન કરી રહી છે અને હવે ત્રીજા દિવસની રિપોર્ટ પણ ખૂબ ધમાકેદાર રહી છે. આ બંને ફિલ્મોએ માત્ર 3 દિવસમાં બોક્સ ઓફિસ પર ધોમ રૂપિયા કમાવ્યા છે. તો ચાલો જાણીએ કે કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 3’ અને અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’ કેટલું કલેક્શન કરી શકી છે.

માત્ર 3 દિવસમાં જ બંને ફિલ્મોએ મળીને 200 કરોડનું કલેક્શન કરી લીધું છે. ફિલ્મ ક્રિટીક તરણ આદર્શના ટ્વિટ અનુસાર- ‘દિવાળીના દિવસે રિલીઝ ‘ભૂલ ભુલૈયા 3’ અને ‘સિંઘમ અગેઇન’ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર મજબૂત અને રિમાર્કેબલ ઓપનિંગ પહેલા વિકેન્ડમાં રહી. બંને ફિલ્મોનું કલેક્શન કુલ મળીને 200 કરોડ છે.’

sacnilk શરૂઆતી રિપોર્ટ અનુસાર ‘ભૂલ ભુલૈયા 3’ એ ત્રીજા દિવસે 33.5 કરોડનું કલેક્શન કર્યું છે. જેમાં બીજા દિવસનું કલેક્શન અનુસાર 9.46% ઘટાડો છે. બાકીના દિવસોની વાત કરીએ તો પહેલા દિવસનું કલેક્શન 33.5 કરોડ અને બીજા દિવસનું કલેક્શન 37 કરોડનું હતું. ત્યારે ત્રણેય દિવસોનું કલેક્શન મળીને 106 કરોડનું રહ્યું છે.

ત્યારે ‘સિંઘમ અગેઇન’ ની વાત કરીએ તો આ ફિલ્મે ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર 35.75 કરોડનું કલેક્શન કર્યું છે. જેમાં બીજા દિવસ કરતા 15.88% ઘટાડો જોવા મળ્યો છે. બાકીના દિવસોની વાત કરીએ તો શુક્રવારે 43.5 કરોડ, શનિવારે 42.5 કરોડ કલેક્શન કર્યું. ત્રણેય દિવસોનું મળીને કુલ કલેક્શન 121.75 કરોડ રહ્યું છે.

આ દિવસોમાં ફિલ્મોની બોક્સ ઓફિસની ઝડપ જોઈને અંદાજો લગાવી શકાય છે કે બંને ફિલ્મો જલ્દી જ 200 કરોડનો આંકડો પાર કરશે. ખાસ વાત એ છે કે બંને ફિલ્મનું જોનર અલગ છે. કાર્તિક આર્યનની ફિલ્મ હોરરની સાથે કોમેડી પણ છે ત્યારે અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’ ફુલ એક્શન વાળી છે.

ભૂલ ભુલૈયા 3′ એન ‘સિંઘમ અગેઇન’ બંને ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે. આ બંને સાથે 1 નવેમ્બરે રિલીઝ થઈ હતી. જેમ બંને બોક્સ ઓફિસ પર એક બીજાને જબરદસ્ત ટક્કર આપી રહી છે. જોકે બંને કેલેક્શનમાં કઈ ખાસ તફાવત નથી. બસ ‘સિંઘમ અગેઇન’ ‘ભૂલ ભુલૈયા’ થી થોડી આગળ છે.

 

 

Leave a Comment

Read More

Read More