આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર સુરતના SMCના પાર્કિંગ કોન્ટ્રેક્ટર પાસે 10 લાખની લાંચ માગી હતી. આ મામલે કોર્પોરેટરો વિરુદ્ધ એન્ટિકરપ્શનમાં ફરિયાદ દાખલ થઈ, પરંતુ આ ફરિયાદમાં ફરિયાદીએ સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનર ડી.યુ. રાણે અને કાર્યપાલક એન્જિનિયર કે.એલ. વસાવાનાં પણ નામ જણાવ્યાં છે. જોકે, હાલ તેઓની શંકાસ્પદ ભૂમિકા અંગે એન્ટિકરપ્શન બ્યુરો તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં બંનેનાં નિવેદન પણ લેવામાં આવશે. કોર્પોરેટરોએ ફરિયાદી સાથે કરેલી ડીલનું ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે.
વરાછા ઝોન એ ઓફિસે બોલાવી કોર્પોરેટર સાથે મિટિંગ કરાવી સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઉપર લાંચની ફરિયાદ કરનાર ફરિયાદીએ પોતાની ફરિયાદની અરજીમાં જણાવ્યું છે કે, જ્યાં એક તરફ કોર્પોરેટરો તેની પાસેથી લાંચ માગી રહ્યા હતા તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના બે અધિકારીઓ તેમના સમર્થનમાં આવીને પૈસા આપવાની વાત કરી હતી. જેનું રેકોર્ડિંગ પણ ફરિયાદીએ કરી લીધું હતું. આ ગંભીર પ્રકરણમાં જ્યાં મિટિંગ થઈ તે અન્ય સ્થળ નહીં પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વરાછા ઝોન એની ઓફિસમાં થઈ હતી. અધિકારીઓ દ્વારા ફરિયાદીને બોલાવીને આરોપી કોર્પોરેટર જિતુ સાથે મિટિંગ કરાવી હતી.
રૂપિયા પડાવી લેવાનો આખેઆખો ખેલ રચ્યો સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ તોડ મામલે આખેઆખો ખેલ વરાછા ઝોન એની ઓફિસમાં ખેલાયો હતો જ્યાં આ તોડમાં કોર્પોરેટરની સાથે અધિકારીઓને પણ મલાઈ મળવાની હતી. જેને કારણે ખુદ અધિકારીઓ રસ લઈ રહ્યા હતા અને સમગ્ર મામલે ફરિયાદી સાથે સમાધાન કરી તેમની પાસેથી રૂપિયા પડાવી લેવાનો આખેઆખો ખેલ રચવામાં આવ્યો હતો, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમનો આ ખેલ ઊંધો પડી જશે.
લાંચ પ્રકરણમાં SMCના બે અધિકારી સામેલ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના લાંચ પ્રકરણમાં માત્ર કોર્પોરેટર જ નહીં પરંતુ આ સમગ્ર કેસમાં સુરત મહાનગરપાલિકાના બે અધિકારીઓ પણ સામેલ હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. પ્રથમવાર જ્યારે ફરિયાદીએ એન્ટિકરપ્શન બ્યુરોને અરજી આપી હતી ત્યારે તેને જણાવ્યું હતું કે વરાછા ઝોન એમાં અધિકારીઓએ બોલાવ્યા હતા. જ્યાં કોર્પોરેટર જિતુ કાછડિયા, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડી.યુ. રાણે, ઝોનના કાર્યપાલક એન્જિનિયર કે.એલ. વસાવા હાજર હતા. કે.એલ. વસાવાની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યા હતા. ત્યાં અંગત મિટિંગ હોવાનું કહી બધાના મોબાઈલ ફોન પટાવાળા દ્વારા જમા કરી ઓફિસની બહાર લઈ જવામાં આવ્યા હતા